સાણંદમાં પ્રજાસત્તાક પર્વે અપાયો “નાના માણસના મોટા કામને બિરદાવતો “માનવ રત્ન એવોર્ડ”

January 29th, 2024

સાણંદ સ્થિત માનવ સેવા નામની સંસ્થા નાના માણસના મોટા કામને બિરદાવવા
માટે “ માનવ રત્ન એવોર્ડ” દર વર્ષે એનાયત કરે છે. મુખ્ય પાંચ ક્ષેત્રમાં આ એવૉર્ડ
આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ઘનશ્યામભાઈ બાથમ ( સમાજ સેવા ક્ષેત્રે )જેઓ
કાલુપુર બેંકમાં સુરક્ષાકર્મી છે. , કાશીરામભાઈ વાઘેલા ( પર્યાવરણ ક્ષેત્રે ) પ્રાકૃતિ
ખેતીના પ્રચાર છે. , પ્રતાપભાઈ ઠાકોર ( લોક જાગૃતિ ક્ષેત્રે ) સામાજિક
વનીકરણની નર્સરીમાં કાર્યકર છે. , રેગીનાબેન ત્રિવેદી ( શિક્ષણ ક્ષેત્રે ) ધરજી
પ્રાથમિક શાળાના આચાર્યા , રેખાબેન પટેલ ( આરોગ્ય ક્ષેત્રે ) આંગણવાડી કાર્યકર
છે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. આ એવા વ્યક્તિઓ છે જેમને
પોત-પોતાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કર્યું છે. એમની આ સેવાને સન્માનિત કરવા માટે
આ એવોર્ડ આપવામાં આવેલ છે.

Test news from TE

January 27th, 2024

TEST news

Video Update

December 27th, 2023

પીપણ મુકામે યોજાયેલ સ્નેહ મિલનમાં પેન્શનર મંડળની કામગીરીને બિરદાવાઈ

December 27th, 2023

સાણંદ તાલુકા પેન્શનર્સ મંડળની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન કનુભા એ.રાણાના પ્રમુખ સ્થાને રામદેવ પીર મંદિર , પીપણ મુકામે યોજવામાં આવ્યું.
પ્રમુખ કનુભા રાણાએ મહેમાનો અને સભ્યોને આવકારતુ પ્રેરક સ્વાગત પ્રવચન કર્યું.મંડળના મહામંત્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટે મંડળની પ્રવૃતિઓ નો વાર્ષિક અહેવાલ આપતા જણાવ્યું કે મંડળ ૪૬ વર્ષ પહેલાં સ્થાપના કરી છે.સ્થાપક પ્રમુખ ગુલાબસિંહ વાઘેલા ,પૂર્વ પ્રમુખો રસુલભાઇ મીર, બળદેવભાઈ પટેલ અને અભેસંગદાદા ને સસ્નેહ યાદ કરીને મહામંત્રી એ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.. જગદીશભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાના મંડળોમાં સાણંદ મંડળ સભ્ય સંખ્યા ની દ્રષ્ટિ એ પ્રથમ છે.ઉપરાંત આપણાં મંડળની સેવા પ્રવૃત્તિઓ પણ સમગ્ર રાજ્યમાં વિશિષ્ટ છે..૭૫ ,૮૦ અને ૮૫ વર્ષ પૂર્ણ કરનાર સભ્યો નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. પ્રમુખ કનુભાઈ રાણાએ ૮૫ વર્ષ પૂર્ણ કરતાં મહામંત્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટે તેમનું સન્માન કર્યું.. સભ્યો એ પોતાના સ્થાને ઉભા થઇ તાલીઓના ગડગડાટથી કનુભાઈ રાણાને સન્માનિત કરાયા. કાર્યક્રમના ભોજન ના દાતા સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરાયો . જગદીશભાઈ બ્રહ્મભટ્ટે સૌ સભ્યો ને મંડળ ને દાન આપવા અપીલ કરી જેથી વધુ ને વધુ સામાજિક સેવા થઇ શકે.સભામાં ચીમનભાઈ પટેલ ( નિવ્રૃત જીલ્લા ખેતીવાડી અધિકારી,) રઘુવીરસિહ વાઘેલા (નિવૃત્ત ઉપસચિવ,) પ્રવિણસિંહ વાઘેલા (નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર) હરપાલસિંહ વાઘેલા (નિવૃત્ત આસી.કમિશ્નનર , જીએસટી ) , યુવરાજ સિંહ વાઘેલા (ભેટદાતા) સી.ટી.મકવાણા (ઉપપ્રમુખ , ગુજરાત રાજ્ય પેન્શનર સમાજ) અને મોટી સંખ્યામાં વિવિધ ખાતાઓ માં થી નિવૃત્ત થયેલા પેન્શનર્સ ઉપસ્થિત રહ્યા.સંમેલન ને સફળ બનાવવા કે.ડી‌.ગોલાણી(મંત્રી ) બાલાભાઈ ચૌહાણ (મંત્રી) જીલુભા ઝાલા , નારૂભા વાઘેલા અને સૌ કારોબારી સભ્યો ની કામગીરી બિરદાવવા માં આવી.રાષ્ટ્રગીત નું સમૂહ ગાન કરી ને કાર્યક્રમ સંપન્ન થયો..

નવાપુરા ગામે મહાકાળી માતાજી તથા બજરંગદાસ બાપાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

December 27th, 2023

સાણંદ તાલુકાના નવાપુરા ગામે મહાકાળી માતાજી તથા બજરંગદાસ બાપાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મહાકાળી યુવક મંડળ નવાપુરા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા. નવાપુરા તેમજ આસપાસના શ્રદ્ધાળુઓએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં રાજકીય તેમ જ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન મહાકાળી યુવક મંડળના ખોડાજી ઠાકોર તથા યુવા ટીમે કર્યું હતું.

તાલુકામાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી સાણંદ CHCમાં અગમચેતી રૂપે 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ

December 23rd, 2023

ગત ૨ વર્ષ પહેલા કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. જેને લીધે હજારો લોકોના મોત નિપજ્યા હતા. આ સમયગાળામાં લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો અને તંત્ર પણ દોડતુ થયું હતું. જે ક્ષણો હજુ ભૂલાય નથી ત્યાં દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટની અસર ધીમે- ધીમે અમદાવાદ,ગાંધીનગરમાં કોરોના નવા શંકાસ્પદ પોઝિટિવ કેસમાં જોવા મળ્યા છે. ત્યારે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અગમચેતીના ભાગે રૂપે પરિસ્થિતિને પહોંચી સજ્જ થયું છે. હોસ્પિટલમાં 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે.

આ વેરીયન્ટને કારણે જિલ્લામાં તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સાણંદ તાલુકામાં લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કર્યું છે. સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઈસોલેશન વોર્ડમાં 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે 5 વેન્ટિલેટર, 50 જમ્બો ઓક્સિજન સિલિન્ડર, 10 લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 2, 5 લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 20, 7લીટરના ઓક્સિજન કન્સેટ્રેટર 4 મળી કુલ 26 ઓક્સિજન કન્સેટ્રેટર સહીત ઓક્સિજન ટેન્ક,દવાનો જથ્થોનું નિરીક્ષણ સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી.કે વાઘેલા અને ડોકટરોએ કર્યું હતું અને હાલની સ્થિતિ ને પહોંચી વળવા માટે સમીક્ષા કરી હતી. બીજી તરફ હાલ સાણંદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા વેરિયન્ટ એક પણ કેસ નથી, પરંતુ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. હાલ આ કોરોનાના નવા વેરિયન્ટ ઘાતક ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું.

સાણંદ શહેરમાં નીલકંઠ સ્કૂલ દ્રારા 2 દિવસીય અનુભૂતિ કાર્યક્રમ યોજાશે.

December 21st, 2023

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 23 અને 24 ડિસેમ્બર ના  રોજ સવારે 9:00 થી 5:00 વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિસ્મય સભર નાનકડી શોધખોળોની પ્રસ્તુતિ એટલે અનુભૂતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અનુભૂતિમાં શાળાના બાળકો પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન કરશે. જેમાં મુખ્ય મહેમાન દર્શનકુમાર પટેલ, વરિષ્ટ વૈજ્ઞાનિક, ઈસરો તથા શ્રી કમલેશભાઈ ઉદાસી, પૂર્વ પ્રોજેક્ટ ડીરેક્ટર, ઈસરો અનુભૂતિનું તેમજ પુસ્તક પ્રદર્શન – વેચાણનું ઉદ્દઘાટન કરી પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન ખુલ્લું મુકશે. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનઆચાર્ય ડૉ. મનીષ દેત્રોજા દ્વારા વિદ્યાર્થીઓની શક્તિઓ બહાર લાવવા તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને વધુ દ્રઢ બનાવવા આયોજિત અનુભૂતિ કાર્યક્રમ તથા વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા અને જાણવા માટે સાણંદ નગરના પ્રજાજનોને જાહેર આમન્ત્રણ અપાયું છે .

સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો

December 21st, 2023

સાણંદ : સાણંદ રામેશ્વર સોસાયટી નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો હતો અને જલારામ મંદિરે પ્રસાદ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો .

ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાય, બલીહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય: સંત મુનિદાસજી મહારાજની 38 મી પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી લોકડાયરો યોજાયો

December 14th, 2023

સાણંદના સુપ્રસિદ્ધ સંત મુનિ આશ્રમ જે નિધરાડ ખાતે આવેલું છે. અહીં બિરાજમાન પૂજ્ય સંત શ્રી મુનિબાપુ જેઓને બ્રહ્મલિન થયા 38 વર્ષ થયા, છતાં લોકોના હૃદય સ્થાને હાલ પણ ગુરુ તરીકે બિરાજમાન છે તેવા સુપ્રસિદ્ધ પૂજ્ય સંત મુનિદાસજી મહારાજની આડત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સાણંદ સંત મુનિ આશ્રમ ખાતે મહા આરતી તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ તેમજ આસપાસના તાલુકા તેમજ સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, બીરજુ બારોટ તેમજ સાજિંદાઓએ સત્સંગની મોજ કરાવી હતી.

સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે: સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે

December 14th, 2023


સાણંદ દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વળી છેલ્લા કેટલાય વર્ષોથી શહેરીજનોને ગેસ પાઇપ લાઈનથી વંચિત રહેવું પડ્યું હતું. ત્યારે પ્રાથમિક સુવિધાઓ પણ વધી રહી છે. આગામી સમયગાળામાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સાણંદ શહેરના ઘરે ઘરે સુધી ગેસ લાઇન દ્વારા ગેસ પહોંચાડવા માટે હાલ પુરજોશમાં કામગીરી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં ઘણા વર્ષો સુધી રાહ જોયા બાદ આગામી સમયગાળામાં શહેરીજનોને ઘરેલુ વપરાશનાં કનેક્શનો મળશે. હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મુખ્ય પાઇપ લાઈનની નેટવર્કની કામગીરી હાથ ધરી છે. હાલ મુખ્ય પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે જેના થકી શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને ગેસ લાઇન મારફતે રસોડામાં ગેસની સુવિધા મળશે. કામગીરી કરતાં એક અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે મુખ્યલાઇનની કામગીરી આશરે 50 ટકા જેટલી પૂર્ણ થવા આવી હોવાનું જણાવ્યુ હતું.

સાણંદમાં પ્રજાસત્તાક પર્વે અપાયો “નાના માણસના મોટા કામને બિરદાવતો “માનવ રત્ન એવોર્ડ”

January 29th, 2024

Test news from TE

January 27th, 2024

Video Update

December 27th, 2023

પીપણ મુકામે યોજાયેલ સ્નેહ મિલનમાં પેન્શનર મંડળની કામગીરીને બિરદાવાઈ

December 27th, 2023

નવાપુરા ગામે મહાકાળી માતાજી તથા બજરંગદાસ બાપાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

December 27th, 2023

તાલુકામાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી સાણંદ CHCમાં અગમચેતી રૂપે 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ

December 23rd, 2023

સાણંદ શહેરમાં નીલકંઠ સ્કૂલ દ્રારા 2 દિવસીય અનુભૂતિ કાર્યક્રમ યોજાશે.

December 21st, 2023

સાણંદના રામેશ્વર મહાદેવ મંદિર જિણોધ્ધાર પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો

December 21st, 2023

સંત મુનિદાસજી મહારાજની 38 મી પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી લોકડાયરો યોજાયો

December 14th, 2023

સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે

December 14th, 2023