સુરેન્દ્રનગરના માલીકા પાસે ડેમના કોઝવેમાં ટ્રક ખાબકી

February 22nd, 2024

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના માલિકા ગામ પાસે એક ડેમના કોઝવે પર એક ટ્રક સ્લીપ ખાઈ જતાં કોઝવેમાં ખાબકી હતી. જેને લઈને તાત્કાલિક ચાલક બહાર આવી ગયો હતો. આસપાસના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી સદનસીબે જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગરમાં સગી ભત્રીજી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી કાકાને 20 વર્ષની સખત કેદ

February 22nd, 2024

જામનગરના જોડીયા પાસે એક ગામના સીમમાં સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં આરોપી કાકાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. જયારે પિડિતાને પણ કમ્પનશેસનના રૂ. 4 લાખ આપવા માટે આદેશ થયો છે.

સૂત્રોના કહવા અનુસાર જામનગરના જોડીયા નજીક એક ગામના સીમ પંથકમાં વર્ષ 2021માં રહેતો એક પરપ્રાંતિય શ્રમિક પરીવાર ભાગમાં વાડી વાવતા હતા જે સમયે પરીવારની સગીર પુત્રી (ઉ.વ.17)ના માતા અને પિતા બંને વતનમાં ગયા હતા અને સગીરા અને તેની નાની બેન અને કાકા સાથે રહેતા હતા આરોપી કાકાએ ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાધ્યા બાદ અવાર નવાર શરીર સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી. જે દરમિયાન સગીરાને પેટ વધી જતા તેના માતાએ તેણીને હોસ્પીટલમાં લઇ ગયા હતા જયા તેણીને સર્ગભા હોવાનુ અને 25 અઠવાડીયાનો ગર્ભ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ.જે બાદ દુષ્કર્મની ઘટના બહાર આવી હતી.જે દરમિયાન ભોગગ્રસ્તે બાળકીને જન્મ આપ્યો હતો.આ સમગ્ર બનાવ મામલે જોડીયા પોલીસે આરોપી કાકા સામે દુષ્કર્મ અને પોકસો એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જે કેસ અદાલતમાં ચાલી જતા આરોપીને દુષ્કર્મ અને પોકસો સંબંધિત કલમ હેઠળ 20 વર્ષની સખત કેદ તથા રૂ.15 હજારનો દંડ તથા દંડ ન ભરે તો છ માસની સખત કેદનો હુકમ કર્યો છે.જયારે ભોગગ્રસ્તને જન્મેલ બાળકીને કમ્પન્શેસન્સના રૂ. ચાર લાખ આપવા આદેશ કર્યો છે.

કડીની નર્મદા કેનાલમાંથી અમદાવાદના બે યુવકોની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

February 22nd, 2024

કડીનાના કરણનગર સીમમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી એકીસાથે બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી હતી ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી છે.

કડીના નર્મદા કેનાલમાં અમદાવાદ સરસપુર ખાતે રહેતા અમિત મહેન્દ્રકુમાર સુથાર છ દિવસ પૂર્વે ઘરના પરિવારજનો જમી પરવારીને હું બહાર જઈને આવું છું મારે કામ છે જેવુ કહીને ઘરેથી નીકળ્યો હતો. જ્યાં મોડે સુધી ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેમજ તેના પરિવારજનોએ અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન કડી તાલુકાના કરણનગર જંકશન મુખ્ય નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે તેની લાશને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને પરિવારજનોનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ તેમની લાશનો કબજો પરિવારજનોને સોંપવામાં આવેલો હતો. જ્યારે શાહ કેતનકુમાર ધીરુભાઈ ઉંમર વર્ષ 33 જે પણ છ દિવસ પૂર્વે ઘરેથી મારે બહાર જવું છે અને મારે કામ છે તેમ કહીને નીકળ્યો હતો અને મોડે સુધીના આવતા તેના પરિવારજનોએ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી જ્યાં કેતનની લાશ કરણનગર વાય જંકશન નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી તેની લાશને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારજનોનો સંપર્ક કરી લાશને પરિવારજનોને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ કેનાલમાં એકીસાથે અમદાવાદના બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

અમુલ ફેડરેશનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું- અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, ખેડૂતોનું સશક્તિકરણ, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ

February 22nd, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે. અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PM મોદીએ પોતાના સંબોધનમા જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું. આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમુલ જેવું કોઈ નહીં, અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ. આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. 36 લાખ ખેડૂતોનું નેટવર્ક રોજ 200 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થાય છે જે આસાન નથી.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે. અમારો પ્રયાસ છે કે ગામડાના નાનામા નાના ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી જોડવામાં આવે. લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સ્થાપ્યા છે. અમારી સરકાર ખેડૂતોને સોલાર પંમ્પ આપી રહી છે. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે, તમારે એક નંબર પર લઈ જવાની છે. ડેરીમાં પણ મહિલાઓની સંખ્યા વધી રહી છે. આજે હું અમુલની પ્રશંસા કરું છું. પશુપાલકોને તેના ખાતામાંથી પૈસા કાઢવા માટે બહુ દૂર નહીં જાવું પડે.

ગાંધીજી કહેતા હતા ભારતની આત્મા ગામડામાં વસે છે. અમારુ ફોકસ છે પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારુ રહે, ખેડૂતો કેવી રીતે ધનવાન બને. આ વિચાર સાથે અમે પહેલીવાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે. ભાજપ સરકાર રાષ્ટ્રીય ગોકુલ માધ્યમથી દૂધાળુ પશુઓને સુધારવાનું કામ કરે છે. ગઈકાલે અમારી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં નેશનલ લાયસ્ટોક મિશન દેશી પ્રજાતિને બચાવવા માટે જાહેર કર્યું છે. સરકારે પશુધનનો વીમો કરવા માટે પ્રિમિયમની રકમ ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમુલ સફળતા પર છે એમાં મહિલા શક્તિના કારણે છે. ભારત ડેરી સેક્ટરની સફળતા મહિલાઓ માટે મોટી પ્રેરણા છે. ભારતને વિકસીત બનાવવા માટે દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી એટલી આવશ્યકતા છે. મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકાર ચારેબાજુ કામ કરી રહી છે. સરકારના પ્રયાસથી છેલ્લા 10 વર્ષથી ભાજપ સરકારે 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યા છે એમાં મોટાભાગના મહિલાઓના નામે છે. આપણે નમો ડ્રોન દીદી અભિયાનનું નામ સાંભળ્યું હશે. 15 હજાર આધુનિક ડ્રોન દેવામાં આવી રહયા છે. જેની ટ્રેનિંગ મહિલાઓને આપવામાં આવી રહી છે.

જે ખાતર અને દવા છંટકાવવામાં કામ આવશે.સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડામાં શરૂઆત કરાઇ હતી. આજે દુનિયા સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ આપણો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારતમાં 6 ટકા દરથી આગળ વધે છે. ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે જેની ચર્ચા થતી નથી. આજે હું એ ચર્ચા કરવા માગુ છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડને મળીને જેટલું ટર્નઓવર થાય છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. ભારતના ડેરી સેક્ટરનું અસલી બેકબોર્ન મહિલા શક્તિ છે.

દાણીલીમડા વિસ્તારની યુવતી પર દુષ્કર્મ બાદ ધમકી આપનારાના જામીન ફગાવાયા

February 22nd, 2024

શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવતીના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લઇ તેના આધારે તેણીને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારવાના અને તેનો ગર્ભપાત કરાવી નાંખવાના ચકચારભર્યા કેસમાં આરોપી અબ્દુલ હન્નાન હારૃનભાઇ શેખની જામીન અરજી અત્રેના એડિશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે ધરાર ફગાવી દીધી હતી.

સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપી વિરૃધ્ધ દુષ્કર્મ સહિતનો પ્રથમદર્શનીય ગુનો પ્રસ્થાપિત થાય છે અને ગુનાની ગંભીરતા જોતાં તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા પેટ્રોલપંપની પાછળ સંજરી રો હાઉસ ખાતે રહેતાં આરોપી અબ્દુલ હન્નાન હારૃનભાઇ શેખની જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી અબ્દુલ હન્નાને પીડિત યુવતીને પોતાના ઘેર બોલાવી તેની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ અને એ વખતે આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં ફરિયાદી યુવતીના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપી તેને અવારનવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી. એટલું જ નહી, આરોપીએ પીડિતા પાસેથી આ બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.50 હજારની માંગણી પણ કરી હતી. તો, ખુદ આરોપીના માતા-પિતાએ પણ પીડિત યુવતીને અને તેના બાળકોને જો દુષ્કર્મની વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સુરતની મોડલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ, ACP વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી

February 22nd, 2024

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં આઈપીએલની હૈદરાબાદ ટીમના ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તેની પૂછપરછ થઈ નથી. ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસને કોઈ કડી હાથ લાગી નથી પરંતુ આ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી હતી.

ACP મલ્હોત્રાએ કહ્યું કે પ્રથમ નજરે જોતા તાનિયા અને હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા વચ્ચેની મિત્રતા દર્શાવે છે. તાનિયાએ અભિષેક શર્માને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જોકે અભિષેકે તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. આ પછી તાનિયાએ ઘેર આવીને પંખે લટકીને આપઘાત કર્યો હતો. ACPએ કહ્યું કે અમને અત્યાર સુધી ખબર પડી છે કે અભિષેક શર્માની મૃતક મોડેલ સાથે મિત્રતા હતી. તપાસમાં વધુ વિગતો જાણવા મળશે, એમ એસીપી મલ્હોત્રાએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. પોલીસે હજી સુધી અભિષેક શર્માનો સંપર્ક સાધ્યો નથી પરંતુ વધુ સ્પષ્ટતા માટે તેને નોટિસ મોકલવાની તૈયારી છે.

અભિષેક શર્માએ તાનિયાનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો અને સોશ્યલ મિડિયા પર એના સંદેશાનો જવાબ આપતો નહોતો. મરતાં પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને પણ મોટી કડી હાથ લાગી છે.ચર્ચા તો એવી પણ છે કે તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

તરભમાં PM મોદીનું સંબોધન : આજે વાળીનાથે વટ પાડી દીધો, મોદીએ કહ્યું- બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો

February 22nd, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. બાદમાં વડાપ્રધાને જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, આજે વાળીનાથમાં ઘણી જુની યાદો તાજી થઈ છે. બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો. આજે વાળીનાથે વટ પાડી દીધો છે. આજે એક સંયોગ પણ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો અને આજે વાળીનાથમાં મહાદેવના સાનિધ્યમાં છું. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે તેમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી.​​​​​​​ કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન ઉભુ કર્યું હતું. આ લોકોએ તો ભગવાન રામના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં.​​​​​​​

જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું. આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે તો વાળીનાથમાં કંઈક અલગ જ રોનક છે. રસ્તામાં આવતો હતો તો મારા ગમાના અનેક લોકો દેખાતા હતા.આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો અને આજે વાળીનાથમાં મહાદેવના સાનિધ્યમાં છું. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજે તરભ ખાતેથી લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે.
આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતિ જયરામગીરી બાપુને વંદન કરું છે. બળદેવગીરી બાપુ જોડે મારો ગાઢ નાતો જોડાયેલું હતું. આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનો પ્રતિક છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો. આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે. દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં. કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી. વડનગરમાં 2800 વર્ષ જુના ઈતિહાસના પુરવા મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના તરભ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 13000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના રૂ. 25,000 કરોડથી વધુના 4 પ્રકલ્પો, રેલવે મંત્રાલયના રૂ. 23,000 કરોડથી વધુના 5 પ્રકલ્પો, પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. 2100 કરોડથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 1700 કરોડથી વધુના 21 પ્રકલ્પો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના રૂ. 1600 કરોડથી વધુના 2 પ્રકલ્પો તેમજ વિવિધ વિભાગોના રૂ. 2800 કરોડથી વધુના 23 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

ધંધુકામાં મામલતદારે 1330 કિલો ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો

February 22nd, 2024

ધંધુકા મામલતદાર દ્વારા 42 કોથળા માં સરકારી અનાજનો ચાર વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજ નો 1330 કિલો નો જથ્થો જપ્ત કરી અનાજ સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યું હતું જ્યારે ચાર વાહનો ડિટેઇન કરી ધંધુકા પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.

ધંધુકા મામલતદાર વિજયસિંહ ડાભીને મળેલી બાતમીને આધારે મામલતદાર અને સ્ટાફના માણસો વોચ રાખી ને બેઠા હતા ત્યારે માહિતી મળી કે ધંધુકા ફેદરા માર્ગ પર શંકાસ્પદ વાહનો પડેલા છે સમગ્ર સ્ટાફ ત્યાં પહોંચી તપાસ કરતા એક બુલેરો ગાડી, અને ત્રણ રિક્ષામાં ૪૨ કોથળા અનાજ થી ભરેલા મળી આવ્યા હતા જેમાં ૧૦૭૯ કિલો ચોખા,૨૭૪ કિલો ઘઉં અને ૩૦ કિલો બાજરીનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદાર દ્વારા તમામ જથ્થો સરકારી ગોડાઉન ખાતે મોકલી આપી ચારેય વાહનો ધંધુકા પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.આ મુદ્દે મામલતદાર ડાભીએ જણાવ્યું કે,રિક્ષાના ચાલકો એ તપાસમાં જણાવ્યું કે તેઓ કઠલાલ વિસ્તારમાં થી આવ્યા હતા અને ધંધુકાના આજુબાજુના ગામોમાં ફરી લોકોને રૂપિયા આપી ને આ સરકારી અનાજ નો જથ્થો ખરીદી કઠલાલ જતા હતા હાલ સમગ્ર મુદ્દે કાયદેસરની તપાસ ચાલુ છે.

ધંધુકા તાલુકા પંચાયતની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

February 22nd, 2024

ધંધુકા તાલુકા પંચાયત કચેરી ખાતે અચાનક જિલ્લા વિકાસ અધિકારી આવી પહોંચ્યા હતા ઉડતી મુલાકાતે આવેલા ડીડીઓએ તાલુકા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કામગીરીની વિગતો માંગી પંચાયત કામગીરીની સમીક્ષા કરી હતી.

ધંધુકા તાલુકા પંચાયતની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી આવી પહોંચતા ટીડીઓ ભુવાત્રા અને સ્ટાફે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ટૂંકી મુલાકાત દરમ્યાન ડીડીઓ એ તાલુકા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી લાભાર્થીઓ સુધી લાભ ઝડપ થી પહોંચે અને યોજનાઓ કાર્યાન્વિત થાય તે માટે તાકીદ કરી હતી. ધંધુકા ખાતેની ટૂંકી મુલાકાત બાદ મળતી માહિતી મુજબ ડીડીઓ સીધા વાગડ ગામ જવા રવાના થયા હતા.

2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ : મંત્રી કુંવરજી બાવળીયા

February 22nd, 2024

અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા જેટલા વ્યાપારી એકમોએ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્ર દ્વારા તા. ૩૧-૧૨-૨૦૨૩ ની સ્થિતીએ કુલ ૯૯ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં વર્ષ ૨૦૨૨માં ૬૩ તથા વર્ષ ૨૦૨૩માં ૩૬ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ ૯૯ વ્યાપારી એકમો સામે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨માં રૂ.૧,૪૯,૦૦૦ જ્યારે વર્ષ ૨૦૨૩માં રૂ.૧,૧૩,૦૦૦ જેટલી માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના માલીકા પાસે ડેમના કોઝવેમાં ટ્રક ખાબકી

February 22nd, 2024

જામનગરમાં સગી ભત્રીજી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી કાકાને 20 વર્ષની સખત કેદ

February 22nd, 2024

કડીની નર્મદા કેનાલમાંથી અમદાવાદના બે યુવકોની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

February 22nd, 2024

અમુલ ફેડરેશનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું- અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, ખેડૂતોનું સશક્તિકરણ, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ

February 22nd, 2024

દાણીલીમડા વિસ્તારની યુવતી પર દુષ્કર્મ બાદ ધમકી આપનારાના જામીન ફગાવાયા

February 22nd, 2024

સુરતની મોડલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ, ACP વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી

February 22nd, 2024

તરભમાં PM મોદીનું સંબોધન : આજે વાળીનાથે વટ પાડી દીધો, મોદીએ કહ્યું- બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો

February 22nd, 2024

ધંધુકામાં મામલતદારે 1330 કિલો ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો

February 22nd, 2024

ધંધુકા તાલુકા પંચાયતની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

February 22nd, 2024

2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ : મંત્રી કુંવરજી બાવળીયા

February 22nd, 2024