સાણંદના રેથલ ગામે મકાનમાંથી નશાકારક કફ સીરપની 130 બોટલો સાથે એક યુવકને SOGએ ઝડપી લીધો

February 24th, 2024

અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે સાણંદના રેથલ ગામેથી 1 યુવકના મકાનમાંથી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 130 બોટલો જપ્ત કરી યુવકની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર SOG ટીમને બાતમી મળેલ કે, સાણંદ તાલુકાના રેથલ ગામે રામજીભાઈ બળદેવભાઈ કોળી પટેલ તેના મકાનમાં ગે.કા રીતે નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો ચોરી છુપીથી રાખી રાત્રે વેચાણ કરે છે. જેથી SOG ટીમે રામજીભાઈ બળદેવભાઇ કોળી પટેલના રહેણાંક મકાનમાં રેડ કરતાં નશાકારક કોડેઇન કફ સીરપ મળી આવેલ જેથી પોલીસે તપાસ કરતાં NDPS.એકટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સામે આવતા નશાકારક કફ સીરપની કુલ 130 નંગ બોટલ સહિત કુલ રૂ.24,200નો મુદ્દામાલ કબજે રામજીભાઈ બળદેવભાઈ કોળી પટેલની અટકાયત કરી સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કુંડલ ગામના પશુપાલકને આપેલ રૂ.4.67 લાખનો ચેક રિટર્ન થતા માણસાના ઈસમ સામે ગુનો નોંધાયો

February 22nd, 2024

સાણંદના કુંડલ ગામના પશુપાલક પાસેથી માણસાના ચરાડાના ઇસમે 13 પશુ રૂ.4.67 લાખનો ચેક આપી ખરીદ્યા હતા અને બેન્કમાં ચેક બાઉન્સ થતાં સમગ્ર મામલે પશુપાલકે કોર્ટમાં જતાં કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતાં સાણંદ જીઆઈડીસી પોલીસે એક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાણંદના કુંડલ ગામે રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે ઓમકાર ભુપેન્દ્રસિંહ વાઘેલાએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ આશરે પાંચેક વર્ષ અગાઉ તેઓના ભાઈ પ્રુથ્વીરાજસિંહએ ખેતરમા ગાયોનો તબેલો બનાવ્યો હતો અને તે વખતે પંદરેક ગાયો તબેલામા હતી અને તેઓના ભાઈને નોકરી મળતા આ તબેલો દેવેન્દ્રસિંહને સોંપી ને નોકરી કરવા જતા રહેલ અને દેવેન્દ્રસિંહને બીજુ ખેતીનુ કામ હોવાથી તબેલાની ગાયુ અલગ અલગ જગ્યાએ વેચેલી અને ત્યારે માણસાના ચરાડાના પિયુષભાઈ ચોધરીસાથે અવાર નવાર ગાયુની લે વેચ મા ભેગા થતા હોવાથી ગાયુના ગ્રાહક અંગે વાત કરતાં પિયુષભાઈએ અમ્રતભાઈ સોમાભાઈ રબારી (રહે ચરાડા)ને કુંડલ ગામમા આવેલ તબેલા ખાતે લઈને આવેલ અને તબેલામાથી દશ ગાયો તથા બે મોટી વાછડી તથા એક આખલો અમ્રતભાઈએ રૂ.4,67,500 મા નક્કિ કરેલ અને બે હપ્તામા પૈસા આપવા માટે બે ચેક આપી પૈસા બાબતે કાચુ લખાણ કર્યું હતું અને પ્રથમ હપ્તે 2,33,000નો હપ્તો નક્કિ કરેલ જે પૈસા બાબતે અમ્રતભાઈને અવાર નવાર ફોન કરી લેવાના નિકળતા પૈસા આપી દેવા કહેવા છતાં ના આપતા જેથી બન્ને ચેક બેંકમા નાખતા ચેક બાઉન્સ થયા હતા અને તે સમયે કોરોનાનુ લોક ડાઉન હોવાથી જે નેગોશિયેબલ 138 દાખલ થયેલ નહિ અને સમગ્ર મામલે દેવેન્દ્રસિંહએ કોર્ટ મા અરજી કરતાં કોર્ટે હુકમ કરતાં બનાવ અંગે જીઆઈડીસી પોલીસમાં માણસાના ચરાડાના અમ્રતભાઈ સોમાભાઈ રબારી સામે ફરિયાદ કરતાં પોલીસે તેઓના વિરુદ્ધ ગુનો નોંધયો છે.

સાણંદના ચાંગોદર તાજપુર રેલ્વે લાઇન પરથી 25 મીટરનો કોપર વાયર ચોરાયો

February 21st, 2024

સાણંદના ચાંગોદર તાજપુર રોડ પાસે વડોદરા થી રૈવારી રેલ્વેનુ કામ ચાલુ છે અને રેલ્વેનુ વિધુતિકરણની કામગીરી થઈ રહી છે. પોલની વચ્ચે આશરે 200 મીટર કોન્ટેક કોપર વાયર કપાઇ નીચે રેલ્વેના પાટા ઉપર પડી રહેલ હતો જે અંગે સુપરવાઝરને જાણ થતાં બનાવ અંગે એલ.એન.ટી કંપનીમાં ફિલ્ડ ઓફીસર અખેરાજસિંગ જયસિંગ ગઢવીને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોચીને તપાસ કરતાં થાંભલા નં-540/29 થી 540/31 સુધીના પોલની વચ્ચે આશરે 200 મીટર કોન્ટેક કોપર વાયર કપાઇ નીચે રેલ્વેના પાટા ઉપર પડી રહેલ હતો અને તેમાંથી આશરે 25 મીટર જેટલો કોન્ટેક કોપર વાયર (જેની કિં.રૂ.25 હજાર) કોઈ અજાણ્યો ચોર ઇસમે કાપીને ચોરી કરી ફરાર થયા હતા જેને લઈ તપાસ કરતાં પાટા ઉપરથી એક વાયર કાપવાનુ કટર મળતા સમગ્ર બનાવને લઈને અખેરાજસિંગએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી દાખલ કર્યો છે.

સાણંદના શેલાના યુવકે વ્યાજ અને મૂડી ચૂકવી છતાં વધુ ત્રાસ આપતા સાણંદના 4,અમદાવાદ અને ડીસાના 1-1 વ્યાજખોર સામે ફરિયાદ

February 18th, 2024
    સાણંદના શેલામાં રહેતાં યુવકે કેફેનો બિઝનેસ કરવા તેના ઓળખીતા સાણંદના શખ્સ પાસેથી પાસેથી રૂ.10 લાખ વ્યાજે લીધા હતા, જે પેટે રૂ.25 લાખ ચૂકવી આપ્યા હતા છતાં વધુ વ્યાજની માંગણી કરી ત્રાસ આપતો હતો. જેથી યુવકે બીજા અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને એક બીજાને ચૂકવ્યા હતા. તેમ છતાં પણ વ્યાજખોરો અવાર નવાર યુવકને વ્યાજ અને મૂડીની માંગણી કરી હેરાન કરતા હોવાથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં યુવકે 6 વ્યાજખોરો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

          પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર સાણંદના શેલામાં 21 વર્ષીય દેવ પટેલ પરિવાર સાથે રહે છે અને કન્સ્ટ્રકશનનું કરે છે. બે વર્ષ અગાઉ દેવ સીંધુભવન રોડ પરના કાફે પર બેઠો હતો ત્યારે સાણંદના ધવલ સનતકુમાર પંડીત નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જેથી દેવને કાફેનો બિઝનેસ કરવો હોવાથી ધવલ સનતકુમાર પંડીત પાસેથી રૂ.10 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રૂ.25 લાખ ચૂકવી આપ્યા હતા. છતા ધવલ રૂ.60 લાખની માંગણી કરીને ધાક ધમકી આપતો હતો. એટલું જ નહીં દેવ પાસેથી સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરતો હતો. જેથી ધવલ સનતકુમાર પંડીતને પૈસા આપવા માટે દેવે તેમના ઓળખીતા સાણંદના મુકેશભાઈ પટેલ ઉર્ફે ગાંધી પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રૂ.8.50 લાખ ચૂકવી આપ્યા હતા, છતાં મુકેશભાઈ પટેલ ઉર્ફે ગાંધી વધુ પૈસા માંગતો હોવાથી દેવે જુન વર્ષ 2022માં સાણંદના મેહુલ બારોટ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં આ તમામને પૈસા ચૂકવવા માટે દેવે સાણંદના પૃથ્વીરાજસિંહ વાધેલા અને અમદાવાદના સોલાના મનુભાઈ રબારી તથા બનાસકાંઠાના ડીસાના મૌલિક રાવલ નામના શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જો કે આ તમામ લોકો અવાર નવાર વધુ વ્યાજ અને મૂડીની માગણી કરીને દેવને હેરાન કરતા અને ધાકધમકી આપતા હતા. જેથી કંટાળીને દેવે પંખે લટકીને આપઘાત કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેના પિતા જોઈ જતા તેને બચાવી લીધો હતો. બાદમાં દેવે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ધવલ પંડીત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ, પ્રુથ્વીરાજસિંહ વાધેલા,મનુ રબારી અને મૌલિક રાવલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદના નાની દેવતી ગામે 3 રીક્ષા સાથે 1030 લિટર દારૂ પકડાયો : દારૂની ભઠ્ઠીનો નાશ કાર્યો

February 17th, 2024

પ્રાપ્ત માહિતી મુજબ ના.પો.અધિ.સાણંદની સુચના મુજબ નાની દેવતી ગામે દશરથભાઈ નટુભાઈ ચુનારા નાની દેવતીથી ખીચા જવાનાં રોડ ઉપર તળાવની પાળે માણસો સાથે રાખી દેશીદારૂ ગાળવાનો તથા વેચવાનો ધંધો કરે છે જેથી રાત્રે સાણંદ પોલીસે બનાવ સ્થળે રેડ કરી તળાવની પાળ ઉપર દશરથભાઈ નટુભાઈ ચુનારા તથા તેની સાથેનાં માણસો પોલીસને જોઇ રાત્રીનાં અંધારાનો લાભ લઇ બાવળની ઝાડીમાં થઇ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ રેડ દરમ્યાન ત્રણ સી.એન.જી રીક્ષા પડેલ છે જેમાં દેશી દારૂ તેમજ ભટ્ટી પર પીપમાં દારૂ મળી આવેલ આમ કુલ 1030 લિટર દેશી દારૂ જેની (કિં.20,060) જપ્ત કર્યો હતો. બીજી તરફ પોલીસે તળાવની પાળે ભઠ્ઠી પરથી કુલ વોશ 1000 લિટર સ્થળ ઉપર નાશ કરેલ છે અને ભઠ્ઠી તોડી પાડી હતી. પોલીસે 3 રિક્ષા,દેશી દારૂ મળી રૂ.3,22,060/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાણંદ પોલીસે દશરથભાઈ નટુભાઈ ચુનારા અને 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાણંદ તાલુકામાં સફાઈ અભિયાનને તેજ બનાવવા કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતને વાહનો ફાળવ્યા

February 17th, 2024

સાણંદ તાલુકાના ગામે ગામે સફાઈ અભિયાનને તેજ બનાવવા માટે અલગ અલગ 20 જેટલી ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે વાહનનોની ફાળવણી કરાઇ છે. સાણંદ તાલુકા પંચાયત ખાતે ચાંગોદર અને ચેખલા જિલ્લા પંચાયત સીટના 20 જેટલા ઘન કચરાના નિકાલના વાહનો જેવા કે ટ્રેક્ટર ટ્રોલી,ડીઝલ રિક્ષા તથા ઇ રિક્ષા ગાંધીનગર લોક સભાના સાંસદ અમિતભાઈ શાહ, તાલુકાન નાણાંપંચ, જિલ્લા નાણાંપંચ અને તાલુકા સ્વભંડોળમાંથી ખરીદેલ વાહનોને જિલ્લા પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતની મોડસર સીટના સદસ્ય રમીલાબેન ડાહ્યાભાઈ પટેલ, તાલુકા ઉપ પ્રમુખ વાસુભાઈ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી શૈલેશભાઈ દાવડા, તાલુકા પ્રમુખ ખોદભાઈ પટેલ સહિત ટીડીઓ અને તાલુકાનાં સદસ્યોની ઉપસ્થિતિમાં ગામ પંચાયતને ફાળવણી કરવામાં આવી હતી

સાણંદના ચા.વાસણા પાસે કેનાલમાંથી રાજસ્થાનના યુવકની લાશ મળી

February 16th, 2024

સાણંદના ચા.વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મૂળ રાજસ્થાનના યુવકની લાશ મળી હતી જેને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં ચાચરાવાડી વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલના પાણીમાં એક યુવકની લાશ હોવાની જાણ સ્થાનિકોને થતાં કેનાલે દોડી આવી બનાવ અંગે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોચ્યો હતો. અને લાશને પાણીમાથી બહાર કાઢી હતી અને પી.એમ. માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. સાથે ચાંગોદર પોલીસે મૃતકની ઓળખ કરવા તપાસ શરૂ કરતાં મૃતક યુવક 26 વર્ષીય રાકેશ સિતારામ વર્મા હોવાનુ સામે આવ્યું હતું અને સાણંદ તાલુકાનાં મટોડા પાટિયા પાસે ભાડે રૂમમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જેને લઈને પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. ચાંગોદર પોલીસે સગમ્ર મામલે અકસ્માતે મોતની નોંધ કરી છે.

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરસિંહ સોલંકીની વરણી

February 15th, 2024

સાણંદના મોડાસર ગામના વતની અને પીઢ કોંગ્રેસ આગેવાન , વ્યવસાયે એડવોકેટ એવા અમરસિંહ સોલંકી ની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરાતા, કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
અમરસિંહ સોલંકીની કોંગ્રેસ સંગઠનની સફરની વાત કરીએ તો તેઓ સાણંદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ , અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ , અમદાવાદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને છેલ્લે ૨૦૧૪-૧૫ માં અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓની રાજકીય કારકિર્દી પણ એટલીજ દમદાર છે, તેઓ જિલ્લા પંચાયત અમદાવાદના ઉપપ્રમુખ , સાણંદ તાલુકા પંચાયતના સદસ્ય અને પ્રમુખ ,, ગુજરાત ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશનના ઉપપ્રમુખ ,સાણંદ તાલુકા ઔદ્યોગિક મંડળીના ચેરમેન , ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર તરીકે ચૂંટાઈને સેવાઓ આપી ચુક્યા છે અને સામાજિક અગ્રણી તરીકે ગુજરાત રાજપૂત વિધ્યાસભાના પણ મંત્રી તરીકે સેવાઓ આપી ચુક્યા છે .

સાણંદના ગોકળપુરા પાસે ટ્રેક્ટરની ટક્કરે ટુ વ્હીલર પર જતાં વૃદ્ધનું મોત

February 13th, 2024
   સાણંદ ગોકળપુરા માખીયાવ રોડ પર અકસ્માત સજાયો હતો જેમાં ટ્રેક્ટરની ટક્કરે ટુ વ્હીલર પર જતાં વૃદ્ધનું મોત થયું છે. ગોકળપુરામાં રહેતા કરમણભાઈ ભગાભાઇ પટેલ (ઉં.65) ટુ વ્હીલર લઈને ખેતરે જતાં હતા તે દરમ્યાન ગામની બહાર આવેલ મખીયાવ રોડ પર ટ્રેક્ટરના ડ્રાઇવરે ટક્કર મારતા કરમણભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. કરમણભાઈને સારવાર માટે દવાખાને લઈ જતાં સારવાર દરમ્યાન કરમણભાઈનું મોત થતાં સાણંદ પોલીસે ટ્રેક્ટરના ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો છે.

સાણંદના ખોરજ ગામે ઘરના મંદિરમાં આગ લાગતાં પતિ પત્નીનું મોત

February 11th, 2024
    સાણંદ તાલુકાનાં ખોરજ ગામમાં ભવાનભાઇ નારણભાઇ મકવાણા પરિવાર સાથે રહે છે ગત રાત્રે ભવાનભાઇ, તેઓની પત્ની સહિત પરિવારજનો સાથે સૂતા હતા તે દરમ્યાન રાત્રીના બે વાગ્યાના અરસામા ઘરમા આવેલ માતાના મંદીરમા અગમ્ય કારણસર એકાએક આગ ભભૂકી હતી અને ધુમાડો થતો થતાં તેઓના ભાઈ અને માતા પિતા દોડીને આવ્યા અન્ય રૂમમાં સૂતેલ ભવાનભાઇ રૂમમાથી બહાર આવ્યા અને બીજી તરફ તેઓની પત્ની રૂમ માથી બહાર ના આવતા ભવાનભાઇ ઘરમા પાછા ગયા પછી બોવ સમય થવા છતા બનેં પતિ પત્ની બહાર ન આવતા આસપાસના લોકોએ પાણીથી આગ ઓલવી રૂમ નાપતરા તોડી બેભાન થયેલ ભવાનભાઇ અને તેઓની પત્ની ભુરીબેનને સારવાર માટે સાણંદ CHC ખાતે લઈ જતાં ડોક્ટરે પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા. જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સાણંદના રેથલ ગામે મકાનમાંથી નશાકારક કફ સીરપની 130 બોટલો સાથે એક યુવકને SOGએ ઝડપી લીધો

February 24th, 2024

કુંડલ ગામના પશુપાલકને આપેલ રૂ.4.67 લાખનો ચેક રિટર્ન થતા માણસાના ઈસમ સામે ગુનો નોંધાયો

February 22nd, 2024

સાણંદના ચાંગોદર તાજપુર રેલ્વે લાઇન પરથી 25 મીટરનો કોપર વાયર ચોરાયો

February 21st, 2024

સાણંદના શેલાના યુવકે વ્યાજ અને મૂડી ચૂકવી છતાં વધુ ત્રાસ આપતા સાણંદના 4,અમદાવાદ અને ડીસાના 1-1 વ્યાજખોર સામે ફરિયાદ

February 18th, 2024

સાણંદના નાની દેવતી ગામે 3 રીક્ષા સાથે 1030 લિટર દારૂ પકડાયો : દારૂની ભઠ્ઠીનો નાશ કાર્યો

February 17th, 2024

સાણંદ તાલુકામાં સફાઈ અભિયાનને તેજ બનાવવા કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતને વાહનો ફાળવ્યા

February 17th, 2024

સાણંદના ચા.વાસણા પાસે કેનાલમાંથી રાજસ્થાનના યુવકની લાશ મળી

February 16th, 2024

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરસિંહ સોલંકીની વરણી

February 15th, 2024

સાણંદના ગોકળપુરા પાસે ટ્રેક્ટરની ટક્કરે ટુ વ્હીલર પર જતાં વૃદ્ધનું મોત

February 13th, 2024

સાણંદના ખોરજ ગામે ઘરના મંદિરમાં આગ લાગતાં પતિ પત્નીનું મોત

February 11th, 2024