સાણંદમાંથી ઈંગ્લીશ દારૂની 60 બોટલ સાથે એક ઈસમ પકડાયો

February 24th, 2024

સાણંદના નળ સરોવર રોડ પર હાઉસીંગ બોર્ડ પાછળનાં છાપરામાં ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી આધારે સાણંદ પોલીસે રેડ કરી 60 ઈંગ્લીશ દારૂ જપ્ત કરી એક શખ્સની પોલીસે અટકાયત કરી ગુનો નોંધાયો છે.
સાણંદ પોલીસને બાતમી મળી હતી કે સાણંદ શહેરના નળ સરોવરના સ્મસાન વાળા રોડ ઉપર હાઉસીંગનાં પાછળનાં છાપરામાં પ્રભુભાઈ ચુનારા નામનો ઈસમ ભારતીય બનાવટનો વિદેશીદા રૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સાણંદ પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી હતી, છાપરાનાં પાછળનાં ભાગે બાવળની ઝાડીમાં કચરાની નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 60 (કિં.રૂ.12000) બોટલ પોલીસે જપ્ત કરી પ્રભુભાઇ ઉર્ફે રઘો ચહાભાઈ સોમાભાઈ ચુનારા (ઉ.વ.26)ની અટકાયત કરી તેના વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો નોંધયો છે.

સાણંદના મનીપુરના ભાડાના મકાનમાં વિદેશી દારૂ સાથે 8 શખ્સો પકડ્યા : 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

February 24th, 2024

સાણંદના મનીપુર ગામે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી અમદાવાદ શહેરમાં હોમ ડીલેવરી કરતા LCBએ મકાનમાં રેડ કરી 8 શખ્સો પકડ્યા હતા અને 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી સહીત કુલ 9 શખ્સો સામે બોપલ પોલીસમાં ગુનો નોંધયો છે.

  અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટિમને બાતમી મળેલ કે સાણંદના મનીપુર ગામની સીમ પ્રાર્થના ઉપવન જલધારા હોલી-ડે મકાન નં-15 ભાડે રાખી અને ભાડાના મકાનમાં ઇશ્વરસિંહ શંભુસિંહ સિસોદીયા રહે, અદવાસ ઉદેપુર તેના પિતાજી શંભુસિંહ સિસોદીયા તથા તેના સાળા કરણસિંહ રાઠોડ તેમજ બીજા અન્ય માણસો મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મંગાવી તેનો સંગ્રહ કરી ત્યાંથી અલગ-અલગ વાહનોમાં અમદાવાદ શહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય અને હોમ ડીલીવરી કરે છે. જેથી એલસીબી  ટીમે બાતમી સ્થળે રેડ કરી ત્યારે મકાનમાં ચાર શખ્સો પાર્કિંગમાં રાખેલ બે ફોરવ્હીલ ગાડીઓમાં કંઇક ભરતા હતા જેનો પકડી લીધા હતા અને મકાનની અંદરથી બીજા ચાર શખ્સોને પણ પકડી લીધા હતા. 
  SOG ટીમે ગાડીમાઓ અને મકાનમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન નંગ 4281

કુલ કિ.રૂ. 9,51,455/- બે ગાડી,2 બાઇક,10 મોબાઇલ રોકડ રૂપિયા મળી કુલ કિ.રૂ. 14,54,065/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી 8 ઇસમોને પકડી લીધા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર ઉદેપુરનો ઇશ્વરસીંહ શંભુસિંહ સીસોદીયાને વોન્ટેડ જાહેર કરી કુલ 9 ઇસમો સામે બોપલ પોલીસમાં ગુનો નોંધયો છે.
પોલીસે પડાયેલ ઇસમોની પૂછપરછ કરતા શંભુસિંહ ખુમાનસિંહ સિસોદીયાએ જણાવેલ કે, તેનો દિકરા ઇશ્વરસિંહએ આ મકાન વિદેશીદારૂનો સંગ્રહ કરવા માટે ભાડે રાખેલ છે. અને તેનો દીકરો ઇશ્વરસિંહ, સુનિલ સાલવી તથા સુમેરસિંહ સિસોદીયા,સોનુ ઉર્ફે નરેન્દ્રસિંહ તથા નરેશ શાહુ મારફતે ગાડીમાં રાજસ્થાનથી ઇંગલીશ દારૂનો જથ્થો મોકલે છે. અને પોતે તથા કરણસિંહ રાઠોડ ગાડીઓ તથા માણસો મારફતે તેના દિકરો ઇશ્વરસિંહ જણાવે તે મુજબ અમદાવાદ શહેરમાં તથા આજુબાજુના વિસ્તારોમાં મોકલીએ છીએ તેમજ દેવીસિંહ રાઠોડ તથા પ્રતાપસિંહ રાઠોડ મારફતે આજુબાજુના વિસ્તારમાં બાઇક મારફતે છુટક ડીલીવરી કરતા હોવાનુ તપાસમાં ખૂલ્યું હતું.
પકડાયેલ ઇસમો
(1) શંભુસિંહ ખુમાનસિંહ સિસોદીયા (રહે.મનીપુર મુળ રહે, ઉદેપુર)
(2) કરણસિંહ ભેરૂસિંહ રાઠોડ (રહે.મનીપુર સલુમ્બર રાજસ્થાન)
(3) સુનિલ હીરાલાલજી સાલવી (રહે.સલુમ્બર જી રાજસ્થાન)
(4) નરેશ કિશનલાલ શાહુ (રહે.ઉદેપુર)
(5) પ્રતાપસિંહ માધુસિંહ રાઠોડ (રહે.મનીપુર મુળ રહે, સલુંમ્બર)
(6) દેવીસિંહ કિશોરસિંહ રાઠોડ (રહે.જલધારા હોલી-ડે મણીપુર)
(7) સુમેરસિંહ માનસિંહ સિસોદીયા (રહે.રાજસ્થાન)
(8) સોનુ ઉર્ફે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ

ચાંગોદરમાં વેરહાઉસની ઓફિસના લોકરમાંથી રૂ.15.57 લાખની ચોરી કરનાર UPથી પકડાયો

February 23rd, 2024
   તાજેતરમાં ચાંગોદરમાં શિવમ એસ્ટેટના એક વેરહાઉસમાં અજાણ્યા ઈસમે મોંઢુ અને માંથુ કપડાથી ઢાંકી વેરહાઉસના શેડના પતરાના નટ બોલ્ટ ખોલી વેરહાઉસમાં પ્રવેશી કેશ ઓફિસના લોકરમાંથી કેશ કલેકશનના રૂ.15,57,730ની ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. અને ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 
   બનાવને લઈને LCB PI આર.એન.કરમટિયા અને ચાંગોદર પોલીસ PI આર.જી.ગોજિયાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. સાથે કેસમાં આરોપીને પકડવા માટે હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદ લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસમાં ચોરી કરનાર 

વેરહાઉસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને ચોરી કરી ગાર્ડ ઉત્તરપ્રદેશના સજનીપુરમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમે UPના સજનીપુરમાંથી ભારે જહેમતથી હરેન્દ્ર ઉર્ફે અન્નુ ચતુરસિંગ જાટવને દબોચી લઈ ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.સમગ્ર કેસમાં ચાંગોદર PI આર.જી.ગોજિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદમાં માર્ગ પર રખડતા પશુના ત્રાસથી રહીશોએ રેલી કાઢી પ્રાંતને આવેદન પાઠવ્યું

February 23rd, 2024
    સાણંદમાં ગોહેલશેરી,રાજશેરી અને ગેપપપરા વિસ્તારના રોડ પર રખડતા પશુઓના લીધે અહિયાં વસવાટ કરતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે ગાયો અને પશુઓ માર્ગો પર મોટી સંખ્યાં બેસી જતાં હોવાના કારણે રોડ પરથી વાહન ચાલકોને નીકળતા ભારે હેરાનગતિ થઈ રહી હોવાથી રોડ પર રખડતા પશુઓના ત્રાસથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ પંચની લીમડી પાસેથી પગપાળા રેલી કાઢી હતી અને નર્મદા વસાહત થઈ સાણંદ પ્રાંત કચેરી પહોચીને સૂત્રોચાર કરી પ્રાંત અધિકારીને આવેદન આપી મામલતદાર અને પાલિકાને આવેદન આપી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી.

કાર્યવાહી | સાણંદ તાલુકામાં વીજ બિલ ન ભરનાર 947 ગ્રાહકો પાસેથી રૂ.72.91 લાખ રિકવર કર્યા

February 23rd, 2024

સાણંદ અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો સામે વીજ બિલની વસૂલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે. યુજીવીસીએલની 24 ટીમોએ શહેર અને તાલુકાના 10 ગામોમાં વીજ બિલના બાકી લેણાંની વસૂલાત માટે ગ્રાહકોના ઘર જઈ એક જ દિવસમાં બાકી વીજ બિલના રૂ.72.91 લાખ લેણાંની રકમ રીકવર કરી છે.
સાણંદ 1 સબ ડિવિઝનમાં અંદાજે ગત એપ્રિલ મહિનાથી વીજ બિલ જે ગ્રાહકો ભરપાઈ ન કરી હોય તેવા વીજ ગ્રાહકો સામે ઉચ્ચ કચેરીથી કાર્યવાહી કરાતા ફાફડાટ ફેલાયો છે. કરાઇ છે. સાબરમતી, બોપલ, સાણંદના ઓફિસના નાયબ ઇજનેર એન.આર.પરમાર, જુ.ઇજનેર કે.આર.વાઘેલાની દેખરેઠ હેઠળ 24 ટીમોએ સાણંદમાં અલગ અલગ વિસ્તાર તેમજ તાલુકાનાં ગોરજ, જુડા, જુવાલ, રૂપાવટી નિધરાડ, અણદેજ,માણકોલ, જાંબુથ, વડનગર, વસોદરા, ચેખલા ગામમાં જઈ ગ્રાહકો પાસે વીજ બીલના બાકી નાણાંની રીકવરી શરૂ કરી હતી. જેમાં યુજીવીસીએલની ટીમે એક દિવસમાં 1011 ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 947 વીજ ગ્રાહકોએ સ્થળ પર જ બાકી લેણાના રૂ.72.91 લાખની ભરપાઇ કરી હતી. જ્યારે 142 ગ્રાહકએ વીજ બિલના બાકી લેણાની રકમ ભરપાઈ ન કરતાં તેઓના વીજ કનેક્શન તંત્રે કાપ્યા હતા. અને 23 ગ્રાહકના વીજ મીટર કબ્જે કર્યા હતા.

સાણંદમાં ઘાયલ સમડીનું રેસ્ક્યુ કરી અમદાવાદ સારવાર માટે ખસેડાઇ

February 23rd, 2024

સાણંદ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને એક મહિના બાદ પણ અનેક થાંભલા,વૃક્ષોમાં,વાયર પર રહેલી દોરીને કારણે નિર્દોષ પક્ષીને ઇજાઓ થઈ રહી છે. ત્યારે સાણંદમાં સાધન ફાઉન્ડેશન દ્વારા વાઘેલા બોર્ડિંગ ખાતે દોરીથી ઇજા થયેલ સમડીને બચાવી અમદાવાદ સારવાર માટે ખસેડાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે સાણંદ શહેરનાં વાઘેલા બોર્ડિંગ ખાતે ઝાડમાં દોરીથી ધાયલ એક સમડી હોવાની જાણ જીવ દયા પ્રેમીને થતાં સાણંદના સાધન ફાઉન્ડેશનને જાણ કરતાં સાધન ફાઉન્ડેશનના ગૌરવભાઈ ઠક્કર અને ધુવ કોટક તાત્કાલિક સ્થળ પર પહોચીને સમડીને રેસ્ક્યુ કરી સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવા ખસેડી હતી.
ઉત્તરાયણના પર્વ બાદ હજી પણ સાણંદ શહેર અને તાલુકામાં અનેક ઝાડ, થાંભલા સહિત વાયરો પર દોરી લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરવા પક્ષી બચાવવા માટે કામગીરી કરતી સ્થાનીકો દ્વારા અપીલ કરાઇ છે.

સાણંદના ચાંગોદરમાં અજાણ્યા એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજયું

February 23rd, 2024

સાણંદના ચાંગોદરના સરસ્વતીનગરમાં રહેતા ઈસમ નોકરી જતાં સમયે હાઇવે પર અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડયા હતા જ્યાં તેઓનું મોત થતાં ચાંગોદર પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધયો છે.
સાણંદના ચાંગોદરના સરસ્વતીનગરમાં ઉદય તિવારી (મૂળ.બિહાર) પરિવાર સાથે રહે છે અને ઉદય તિવારી ચાંગોદર ઇન્ડસ્ટીયલ આવેલ એક કંપનીમાં નોકરી કરે છે. અને 15 ફેબ્રુઆરીએ ઉદય તિવારી સાંજે નોકરી પર જવા ઘરે થી ટીફીન લઇને સાંજના સાડા સાતેક વાગે નિકળેલા હતા ત્યારે સરખેજ –બાવળા હાઇવે પર ચાંગોદર ગામ પાસે કેનાલ નજીક અજાણ્યા એક્ટિવા ચાલકે બેફામ રીતે વાહન ચાલવી ઉદય તિવારીને અડફેટે લેતા શરીરમાં ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો એક્ટિવા ચાલક ફરાર થયો હતો. હાઇવે પર અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ઉદય તિવારીના પરિવારને જાણ કરતાં પરિવારના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સારવાર માટે 108 એમ્બ્યુલસ મારફતે સારવાર માટે સોલા સિવીલ માં લઈ ખસેડયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે અસારવા સિવીલ હોસ્પીટલ આઇ.સી.યુ વોર્ડ માં ખસેડયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થતાં બનાવ અંગે મૃતકના પુત્ર રોશન ઉદય તિવારીએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહલગ્ન: 15 યુગલો સપ્તપદી ના સુત્રે જોડાયા

February 22nd, 2024

સતત બીજા વર્ષે ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવમાં સર્વ જ્ઞાતિના 15 યુગલો ધામધૂમથી સપ્તપદી ના સુત્રે જોડાયા હતા. સાથે સાથે ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એકલિંગી રોડ ઉપર આવેલા કેડી ફાર્મ ખાતે યોજાયેલ આ ભવ્ય મહોત્સવમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કુલ 15 નવ યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ સુંદર અને ભવ્ય આયોજનથી દી પી ઉઠ્યો હતો, તુલસી વિવાહમાં વિશ્વવિખ્યાત અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ભગવાનને તેડાવવામાં આવ્યા હતા અને ધામધૂમથી તુલસી વિવાહ સંપન્ન થયા હતા. સમગ્ર આયોજનમાં ઘનશ્યામભાઈ બોપલ વાળા તેમજ સમસ્ત ભારત માતા મંદિર ટીમે ખડે પગે પાયા ની ભૂમિકા ભજવી હતી. સમસ્ત સાણંદ અને શહેર વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત હતા.

ચેતજો : સાણંદના શાંતીપુરા થી સરખેજ જતાં હાઇવે પાસે રોઝ દેખાતા ચાલકોમાં ભય

February 21st, 2024
     સાણંદના શાંતિપુરા બ્રિજ થી સરખેજ સાણંદ ચોકડી તરફ જતાં હાઇવે રોડની નજીક છેલ્લા કેટલાક મહિનાઓથી રાત્રિના સમયે રોઝ તરીકે ઓળખાતી નીલગાય દેખાતા અંહિયા પસાર થતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
        સૂત્રોના જણાવ્યા અનુસાર શાંતિપુરા બ્રિજ થી સરખેજ તરફ જતાં માર્ગ નજીક તેમજ પાસેના અલગ અલગ ટીપી રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓથી નીલગાયો રોડ પર પુરઝડપે આટાફેરા કરતી હોવાનું કેટલાક વાહન ચાલકોના ધ્યાને આવ્યું છે. તાજેતરમાં આ માર્ગ પરથી બાઇક પર પતિ પત્ની જતાં હતા તેવામાં રોડ પર એકાએક નીલ ગાયનું ઝુંડ પુર ઝડપે દોડીને જતું રહ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ નીલ ગાય રોડની આસપાસ દેખાતા ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નોંધપાત્ર છે કે ગત 2021ના ડિસેમ્બર મહિનામાં સરખેજ સાણંદ હાઇવે પર ગિબપુરા પાસે હાઇવે પર જતી રિક્ષા અને બાઇક ચાલકને એક રોઝએ અડફેટે લીધા હતા જેમાં રિક્ષા ચાલકને ઇજાઓ થઈ હતી અને રિક્ષાને ભારે નુકશાન થવા પામ્યું હતું. ત્યારે રાત્રે આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ સાવચેતી રાખવા અપીલ કરી હતી.

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે.

February 21st, 2024

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સાણંદમાં આજે સાધના ફાઉન્ડેશન પ્રેરિત વિચાર મંચ દ્વારા વિશેષ મણકાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “માતૃભાષાની માવજત” રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પ્રો. ઘનશ્યામ બારોટ અને દર્શન પરમાર દ્વારા આર્થિક, સામાજિક અને સાહિત્યિક સંદર્ભે માતૃભાષાની અગત્યતા પર ગોષ્ઠી કરવામાં આવશે.

સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ આજે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે યોજવામાં આવશે તથા રસ ધરાવતા કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકશે.

સાણંદમાંથી ઈંગ્લીશ દારૂની 60 બોટલ સાથે એક ઈસમ પકડાયો

February 24th, 2024

સાણંદના મનીપુરના ભાડાના મકાનમાં વિદેશી દારૂ સાથે 8 શખ્સો પકડ્યા : 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

February 24th, 2024

ચાંગોદરમાં વેરહાઉસની ઓફિસના લોકરમાંથી રૂ.15.57 લાખની ચોરી કરનાર UPથી પકડાયો

February 23rd, 2024

સાણંદમાં માર્ગ પર રખડતા પશુના ત્રાસથી રહીશોએ રેલી કાઢી પ્રાંતને આવેદન પાઠવ્યું

February 23rd, 2024

કાર્યવાહી | સાણંદ તાલુકામાં વીજ બિલ ન ભરનાર 947 ગ્રાહકો પાસેથી રૂ.72.91 લાખ રિકવર કર્યા

February 23rd, 2024

સાણંદમાં ઘાયલ સમડીનું રેસ્ક્યુ કરી અમદાવાદ સારવાર માટે ખસેડાઇ

February 23rd, 2024

સાણંદના ચાંગોદરમાં અજાણ્યા એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજયું

February 23rd, 2024

ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહલગ્ન: 15 યુગલો સપ્તપદી ના સુત્રે જોડાયા

February 22nd, 2024

ચેતજો : સાણંદના શાંતીપુરા થી સરખેજ જતાં હાઇવે પાસે રોઝ દેખાતા ચાલકોમાં ભય

February 21st, 2024

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે.

February 21st, 2024