New

સો ટચની વાત:સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તન નહી, મન નિર્મળ હોવું પણ જરૂરી છે

December 29th, 2022

શરીરમાં તણાવ ન હોય, શ્વાસ લયબદ્ધ હોય, દરેક શ્વાસ સાથે તન-મનને હકારાત્મક સંદેશો મળે અને મન દરરોજ નિર્મળ રહે- સાચા અર્થમાં આ જ સંપૂર્ણ સ્વાસ્થ્ય છે. જો કોઈને પૂછવામાં આવે કે તબિયત કેવી છે? તો જવાબ મળશે કે ઠીક છે. ઠીકનો મતલબ કે કોઈ બીમારી નથી. કમનસીબે શરીરમાં કોઈ રોગ ન હોવો સ્વાસ્થ્યનો પર્યાયવાચી બની ગયો છે. હાલમાં માણસો બીમારીઓ અને અગણિત જંતુઓથી એટલા ઘેરાયેલા છે કે વાસ્તવિક સ્વાસ્થ્ય જ ભૂલી ગયા છે. એટલું જ નહીં, આપણે દવા વગરનું જીવન જીવવાનું જ સાવ ભૂલી ગયાં છીએ. આ આપણાં સૌ માટે બહુ દયનીય સ્થિત છે. સ્વસ્થ કોને કહેવાય? લોકો નવું ઘર શોધે છે તે પહેલાં એ જુએ છે કે આસપાસ કોઈ હોસ્પિટલ છે કે નહીં!

પહેલી વખત શેરબજાર 63,000ને પાર:સેન્સેક્સ 417 પોઈન્ટ વધીને 63,099 પર બંધ, ઓટો અને મેટલ શેરોમાં તેજી

November 30th, 2022

શેરબજાર સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે(30 નવેમ્બર)ના રોજ 63,000ની સપાટી વટાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 63303.01ના નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો. આ પહેલા સેન્સેક્સે મંગળવારે 62,887.40નો નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.

આજે સેન્સેક્સ 417.81 વધી 63,099.65 પર બંધ થયો હતો. આ સાથે જ સેન્સેક્સે પોતાનો નવો ક્લોઝિંગ હાઈ પણ બનાવ્યો. સેન્સેક્સના 30માંથી 23 શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે માત્ર 7 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. M&m સૌથી વધુ 4% વધ્યો.

નિફ્ટીએ પણ નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો
નિફ્ટીએ પણ નવો ઓલ ટાઈમ હાઈ અને ક્લોઝિંગ બનાવ્યો. 3 વાગ્યા પછી બજારમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 18,816.05 પર પહોંચી હતી. એક દિવસ પહેલા નિફ્ટીએ 18,678.10નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.

આજે તે 140.30 પોઈન્ટ અથવા 0.75% વધીને 18,758.35 પર બંધ રહી હતી. આ પણ નિફ્ટીનો નવો ક્લોઝિંગ હાઈ છે. આજના કારોબારમાં નિફ્ટીના 50 શેરોમાંથી 49 લીલા નિશાનમાં અને 1 કોઈ પણ ફેરફાર વિના બંધ રહ્યો હતો. M&M, હિન્દાલ્કો અને ગ્રાસિમ વધ્યા હતા.

મેટલ સેક્ટર સૌથી વધુ ચઢ્યો હતો
NSEના 11 ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 10માં ઉછાળો જોવા મળ્યો હતો. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 1.81%નો વધારો થયો છે. ઓટો સેક્ટર 1.72% વધ્યો. રિયલ્ટી બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટી, મીડિયા, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી. PSU બેન્ક 1.35% ઘટ્યો.

અન્ય સમાચારો પણ છે…