સાણંદમાં પત્નીના પ્રેમીની લોખંડની હથોડીથી હત્યા કરનાર પતિ પકડાયો

May 4th, 2024

સાણંદના ઉમા એસ્ટેટમાં ઇક્કો સેફ એગ્રી સાયન્સ ઇન્ડીયા પ્રા.લી. કંપની ખાતે રાજસ્થાનના ઉદયપુરના જડોલાફલા ગામનો 22 વર્ષીય અભિષેક દિનેશજી ડામોર નોકરી કરતો અને તેના સાથે રૂમમાં તેના ગામ પાસે આવેલ ગાત્રાલી ગામમાં રહેતી 22 વર્ષીય પ્રિયંકા દરંગા રહેતી હતી. આ પ્રિયંકાના લગ્ન 2017માં સાબરકાંઠાના પરોસડાના જુવાન દુબળાભાઈ વડેરા સાથે થયા હતા અને પ્રિયંકાને 4 વર્ષનું એક સંતાન છે. કોઈ કારણોસર આશરે 1 પહેલા સામાજિક રીત રિવાજે જુવાન અને પ્રિયંકા છૂટાછેડા થતાં પ્રિયંકા સાણંદ પાસે અભિષેક દિનેશજી ડામોર સાથે રૂમમાં રહેતી હતી. બન્નો વચ્ચે પ્રેમ સબંધ હોવાની અદાવત રાખી યુવતીના પતિએ રૂમ પર આવી અભિષેક ડામોરને લોખંડની હથોડી મારી હત્યા કરી અને તેની પત્ની પ્રિયંકાને માંથા પર ઘા મારી દીવાલ કૂદી નાસી ગયો હતો.
સાણંદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા અલગ અલગ ટિમ બનાવી હતી. સાણંદ PI આર.એ જાદવને બાતમી મળેલ કે સાણંદથી સરખેજ તરફ ચાલતો જતો જાય છે હાલ તેલાવ ગામ નજીક પહોંચવા આવેલો છે જેથી ગણતરીના કલાકોમાં જુવાન દુબળાભાઇ વડેરાને પકડી લઈ લોખંડની હથોડી જપ્ત કર્યું હતું. મૃતક અભિષેક ડામોર અને આરોપીની પત્નિ વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેની અદાવત રાખી યુવતીના પતિએ હત્યા કરી હોવાનું સાણંદ પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

ગોધાવીના ખેડૂતોએ ઓલિમ્પિક 2036 જમીન સંપાદનના વિરોધમાં પ્રાંતને આવેદન આપ્યું

May 3rd, 2024

યૂથ ઓલિમ્પિક 2029, ઓલિમ્પિક 2036નું આયોજન સાણંદ તાલુકાના ગોધાવી ખાતે થવાનું છે, ઓલિમ્પિક માટે જમીન સંપાદન થવાનું છે. ગોધાવીના ખેડૂતોએ જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂત સંકલન સમિતિ ગોધાવીએ સાણંદમાં રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂતોએ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રાંત સાણંદને આવેદનપત્ર આપી જમીન સંપાદન સામે વિરોધ કર્યો હતો.

Breaking News

સાણંદ પાસે ઉમા એસ્ટેટ લિવઈનમાં રહેતા યુવકની હત્યા કરી પ્રેમીકાનો પૂર્વ પતિ ફરાર

May 1st, 2024

સાણંદ પાસે આવેલી ભાગ્યોદય હોટલ પાછળ ઉમા એસ્ટેટમાં મંગળવારે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.
સાણંદના ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં આશરે દસેક મહિનાથી લિવઇનમાં રહેતા યુવકની તેની પ્રેમિકાના પૂર્વ પતિએ મંગળવારે મોડી રાત્રે યુવકની હત્યા કરી ફરાર થયો હતો. પોલીસ તંત્ર દ્વારા ફરાર હત્યારાને પકડવા માટે તપાસ હાથ ધરી છે. તેમજ મૃતક યુવક ડામોર અભિષેકની લાશને પીએમ માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી હતી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે

આપણે ભોજનમાં મિષ્ટાનતો અબોલ ગાયોને કેમ નહીં? સાણંદના બે મિત્રોના વિચારથી દર માસે શરૂ થયું ગાયોને ગોળનું ભોજન

May 1st, 2024

સાણંદના બે મિત્રો. પ્રમોદભાઈ રતિલાલ મેહતા અને કમલેશભાઈ ભોગીલાલ શાહને ૧૫ એક વર્ષ પહેલા જમતા જમતા વિચાર આવ્યો કે આપણે ભોજનમાં દર અઠવાડિયે કે મહિને એકાદ વાર મિષ્ટાન જેમી છીએ તો અબોલ જીવોનો શો વાંક તેઓ દરરોજ ઘાસ ચારો ખાય છે તો માસમાં એક વખત એમને પણ મિષ્ટાન મળવું જોઈએ આવા સુંદર હેતુ થી તેઓ બંનેએ ૧૫ વર્ષ પહેલા દર માસની વદ પાંચમના રોજ સાણંદ પાંજરાપોળમાં ગાયોને ગોળનું નીરણ કરવાનું શરુ કર્યું . આ પરંપરા આગળ વધતા ધીમે ધીમે હાલ તેમાં ૩૦ લોકો જોડાયા છે. આ લોકો દર માસે યથા શક્તિ ફાળો આપે છે અને દર માસે ઘાસચારામાં ગોળ મિક્સ કરીને સાણંદ પાંજરા પોળમાં રૂબરૂ પહોંચી ગાયોને ગોળનું નીરણ કરી સુંદર જીવદયાનું કાર્ય કરી રહ્યા છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવામાં સાણંદમાંથી વધુને વધુ લોકો જોડાઇ રહ્યા છે. હાલ હિતેષભાઇ પી શાહ (શાંતિવન સોસાયટી ) સક્રિય રીતે આ કામગીરી કરી રહ્યા છે .

સાણંદમાં 4 વર્ષ પહેલા ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરનાર ધોળકાના શખ્સને SOGએ પકડ્યો

May 1st, 2024

વર્ષ 2021માં સાણંદમાં ઉમિયા પાર્ક પાસે એક ઈક્કો,શાંન્તનું સોસાયટીમાં બે ઈકકો ગાડીના અને નિધરાડ ગામે ઘર આગળ પાર્ક ઈકકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરી ચોર ફરાર થયો હતો, સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એસઓજી શાખાને બાતમી આધારે સાજીદ ઇબ્રાહીમભાઇ મલેક (રહે. ખલકપુરા ધોળકા)ને સનાથલ પુલ પાસેથી પકડી લઈ તેની અટક હતી.

સાણંદના ગીબપુરા પાસેથી 1 વર્ષથી ફરાર યુવકને SOGએ પડક્યો

May 1st, 2024

એક વર્ષ પહેલા સાણંદના નિધરાડ રેલ્વે ફાટક પાસે પોલીસે ગાડીમાંથી 2 યુવકોને 450 નંગ નશાકારક ફક સિરફના જથ્થા સાથે પકડી 2.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઈસમો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં અન્ય ઈસમોના નામ ખુલયા હતા.

એસઓજીએ બાતમી આધારે ઉપરોક્ત નોંધાયેલ ગુનોમાં ફરાર ગીબપુરા ખાતેથી રીઝવાન ઉર્ફે રીઝુ રહીમખાન વઝીરખાન કુરેશી (રહે. છારોડી સાણંદ)ને પકડી લઈ તેની અટક કરી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.

સાણંદમાં L.I.G 3 ફ્લેટના એક ઘરમાંથી દાગીના,રોકડ મળી રૂ.1 લાખની ચોરી

April 28th, 2024

સાણંદના નળ સરોવર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ એલ.આઇ જી 3 ફ્લેટના સાતમા માળે નં-702માં રહેતા પરિવારજનો ઘરનો દરવાજા લોક કરી નોકરીએ ગયા હતા અને તે દરમ્યાન અજાણ્યા તસ્કરે ઘરના દરવાજાનુ લોક તોડી તિજોરીમાથી સોના ચાંદીના દાગી, રૂ.60 હજાર રોકડ મળી કુલ રૂ. 1 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો.
સાંજે જ્યારે પરિવારના સભ્યો નોકરીએથી ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈ ચોરી થયાની જાણ થતાં ચિંતિત થયા હતા. દિવસે ફ્લેટમાં ચોરી થયાની જાણ વાયુવેગે પ્રસરતા રહીસો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચીને પરિવાર સહિત લોકોનું નિવેદન લીધું હતું. ચોરી અંગે પરમાર વિશાલભાઇ ચતુરભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા: ઉણપો અને ઉકેલો” વિષય પર ગોષ્ટી યોજાશે.

April 27th, 2024

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે વિચાર મંચના બારમાં મણકામાં વક્તા શ્રી અનિરુદ્ધસિંહ પઢેરીયા અને સહભાગીઓ દ્વારા પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં રહેલ ઉણપો અને ઉકેલો વિષે વિગતે વિચાર ગોષ્ઠિ કરવામાં આવશે.

સંસ્થાના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસ ધરાવતા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે.

સાણંદ સહીત આંતરરાજ્યમાં સ્કોર્પિયો કારની ચોરી કરતા 2 ઈસમો ઝડપાયા

April 26th, 2024

રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી સ્કોર્પિયો કારની રાત્રે ચોરી કરી વેચી દેતી ગેંગના 2 ઈસમોને સાણંદ પોલીસે બાતમી આધારે પકડી સમગ્ર રેકેટ પકડ્યું હતું.
ગત રવિવારે સાણંદમાંહજારી માતાજીના મંદિર પાસે એક ઘર આગળ મુકેલ સ્કોર્પિયો કારની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. અને સાણંદ પોલીસે બાતમી આધારે ઓમપ્રકાશ સ/ઓ ખંગરારામ સુર્જનરામ જાતે. ખિલેરી (બિશ્નોઇ) (રહે. આંમ્બાકા ગોલીયા ગામ, (જાંબ) તા. ચિત્તલવાના જિ. સાંચોર રાજસ્થાન) અને માંગીલાલ સ/ઓ જેરારામ ભોમારામ જાતે. ખિલેરી (બિશ્નોઇ) રહે. આંમ્બાકા ગોલીયા ગામ, (જાંબ) તા. ચિત્તલવાના જિ. સાંચોર રાજસ્થાનને પકડી લઈ એક કાળા કલરની સ્કોરપિયો ફોરવ્હીલ ગાડી
એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફટ ગાડીબે નંગ મોબાઇલ ફોનની કિંમત 55,000 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. બન્ને જણા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સ્કોર્પિયો કારની ચોરી હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

સાણંદના માધવનગર નજીક છાપરામાં આગ ભભૂકી, 6 છાપરા બળીને ખાખ

April 25th, 2024
           સાણંદના માધવનગર પાછળ આવેલ બાયપાસ નજીક આવેલ છાપરામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગની ઘટના બનતા માધવનગરથી લોકો દોડી આવ્યા હતા અને આગની જાણ ફાયર વિભાગને કરાઇ હતી. 
       ફાયર ટિમ આવે તે પહેલા સ્થાનિકોએ ડોલ,જગ વડે પાણીની સગવડ કરી સ્વયમ આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ બેકાબૂ થતાં અન્ય છાપરામાં પણ આગ પ્રસરતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. અને સાણંદ જીઆઈડીસી ફાયર વિભાગની ટિમ સ્થળ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. બનાવમાં 6 છાપરા બળીને ખાખ થયા જ્યારે અન્ય છાપરામાંથી લોકોએ પશુ તેમજ માલ સમાનને બચાવી લીધો હતો. કોઈને ઇજા ન થતાં રહીસોએ રાહતનો અનુભવી હતી. સમગ્ર મામલે સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.

સાણંદમાં પત્નીના પ્રેમીની લોખંડની હથોડીથી હત્યા કરનાર પતિ પકડાયો

May 4th, 2024

ગોધાવીના ખેડૂતોએ ઓલિમ્પિક 2036 જમીન સંપાદનના વિરોધમાં પ્રાંતને આવેદન આપ્યું

May 3rd, 2024
Breaking News

સાણંદ પાસે ઉમા એસ્ટેટ લિવઈનમાં રહેતા યુવકની હત્યા કરી પ્રેમીકાનો પૂર્વ પતિ ફરાર

May 1st, 2024

આપણે ભોજનમાં મિષ્ટાનતો અબોલ ગાયોને કેમ નહીં? સાણંદના બે મિત્રોના વિચારથી દર માસે શરૂ થયું ગાયોને ગોળનું ભોજન

May 1st, 2024

સાણંદમાં 4 વર્ષ પહેલા ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરનાર ધોળકાના શખ્સને SOGએ પકડ્યો

May 1st, 2024

સાણંદના ગીબપુરા પાસેથી 1 વર્ષથી ફરાર યુવકને SOGએ પડક્યો

May 1st, 2024

સાણંદમાં L.I.G 3 ફ્લેટના એક ઘરમાંથી દાગીના,રોકડ મળી રૂ.1 લાખની ચોરી

April 28th, 2024

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા: ઉણપો અને ઉકેલો” વિષય પર ગોષ્ટી યોજાશે.

April 27th, 2024

સાણંદ સહીત આંતરરાજ્યમાં સ્કોર્પિયો કારની ચોરી કરતા 2 ઈસમો ઝડપાયા

April 26th, 2024

સાણંદના માધવનગર નજીક છાપરામાં આગ ભભૂકી, 6 છાપરા બળીને ખાખ

April 25th, 2024