સાણંદમાં થર્ટી ફર્સ્ટએ સવાસો લોકો પીધેલા પકડાયા

January 2nd, 2025

છેલ્લા દશેક વર્ષમાં થર્ટી ફર્સ્ટ ક્લચર સારુ એવું ફુલ્યું ફાલ્યું છે ત્યારે ઠેર ઠેર પોલીસે નાકાબન્ધી કરીને દારૂ પીને છાકટા બનેલા લોકો પર કાયદાનો ગાળિયો કસ્યો હતો અને ત્રણેક દિવસમાં કુલ 125 લોકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
, થર્ટી ફસ્ટની નાઈટને લઈને પોલીસે મોડી સાંજથી સાણંદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર નાકાબંધી કરી હતી.
આ ઉપરાંત સઘન વાહન ચેકીંગ કરી બ્રિીંગ એનાલાઈઝર મશીનથી તપાસ કરી હતી. એક જ દિવસમાં ડ્રિક એન્ડ ડ્રાઈવ 26 સહીતના કુલ 50 કેસ એક જ દિવસમાં નોંધાયા છે.આમ સાણંદ તાલુકામાં આ રીતે ડ્રાઈવમાં કુલ 125 લોકો પીધેલા ઝડપાઈ ગયા હતા.

Breaking News

આટઆટલી ઘટનાઓ છતાં સાણંદમાં વધુ બે યુવકો ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા :અજાણ્યા કોઈએ આપેલ લોભ લાલચમાં ના આવો નહીતો ગાંઠના પૈસા જશે

January 2nd, 2025

સાણંદમાં રહેતા હર્ષવર્ધનસિંહ મહિપતસિંહ રમલાવત ચાંગોદર ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈ તા.23/11/2024 ના રોજ તેઓના મોબાઇલમાં વોટ્સ એપમાં એક નંબર પરથી મેસેજ આવેલ અને તેઓને ઘેર બેઠા નોકરી માટેનીઓફર આપેલ હતી. જેથી તેઓએ મેસેજમાં વાત કરેલ એક લીંક મોકલી આપેલ જે લીંક ઉપર ક્લિક કરી હોટલના રેટીંગ આપી સ્ક્રિન શોર્ટ મોકલવા જણાવેલ તે મુજબ કરતાં ઠગે હર્ષવર્ધનસિંહ પાસે UPI આઈ.ડી. માંગતા તેઓએ આપ્યું હતું અને તેઓમાં ખાતામાં ઠર્ગે રૂ.200 મોકલ્યા હતા. ત્યારબાદ એક ટેલીગ્રામ લિંક મોકલી અને માર્કેટ ટ્રેડીંગનો ટાસ્ક આપ્યા હતા, ત્યાબાદ અલગ અલગ ટાસ્ક આપી અલગ અલગ ટ્રાન્જેકન કરવી કુલ રૂ.6,53,900 ટ્રાન્જેન કરાવ્યા હતા, જો કે યુવકે પૈસા પરત માંગતા વધુ પૈસા માગતા યુવકને ફ્રોડ થયાનું ધ્યાને આવતા સમગ્ર મામલે સાણંદ પોલીસમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવ સાણંદમાં રહેતા
દેવેન્દ્રકુમાર રમેશચંન્દ્ર કોલટ રોડ ઉપર દુકાનમાં ચલાવે છે. તેઓને વોટ્સ એપમાં એક મેસેજ આવેલ જેમાં VIP Coatue Management Bull Stock નામના ગૃપમાં એડ થવા માટે જણાવેલ હતુ. જેથી દેવેન્દ્રકુમાર તેઓને પુછતા તેઓએ જણાવેલ કે, આ એપ્લીકેશન માં તમે પૈસા ઈન્વેસ્ટ કરશો તો તમારા પૈસા અમે શેર માર્કેટમાં ઈનવેસ્ટ કરીશું તેવી વાત કરતા દેવેન્દ્રકુમારએ વિશ્વાસ રાખી તેમના જણાવેલ ખાતામાં કુલ રૂ. 3.15 લાખ ટ્રાન્સર કર્યા હતા અને દેવેન્દ્રકુમારએ પૈસા વિડ્રોવ કરતા ન થતાં ઠગે ક્રેડીટ સ્કોર વધારવો હોય તો રૂ.2 લાખ ટ્રાન્સર કરવા પડશે તેવી વાત કરી વધુપૈસા માંગ્યા હતા

અમદાવાદમાં 10 દિવસ માટે ભાડેથી કાર લઈ ગયેલા બે ગઠિયા છૂમંતર

September 24th, 2024
             રોજના રૂ.2800ના ભાડેથી બે ગઠિયા 15 હજાર એડવાન્સ આપીને 10 દિવસ માટે ગાડી લઈ ગયા હતા. ત્યારબાદ આશરે અઢી મહિના સુધી ગાડી પાછી નહીં આપી ગલ્લાતલ્લા કરતા હોવાથી આખરે ગાડીના માલિકે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

           અમદાવાદના ગોતામાં રહેતા કિશોર ભોજવાણી (ઉં.52) પ્રાઇવેટ વર્ધીના ભાડામાં ગાડી ફેરવે છે. 4 જુલાઈએ સવારે 10 વાગ્યે કિશોરભાઈ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં સામે વાળાએ પોતાનું નામ હિતેશ પ્રજાપતિ અને ગાંધીધામથી બોલતા હોવાનું કહ્યું હતું. આટલું જ નહીં ભાડે ફરતી ગાડીની એપ્લિકેશનમાંથી કિશોરભાઈનો નંબર મળ્યો હોવાની વાત કરી હતી. ત્યાર બાદ 10 દિવસ માટે ભાડેથી ગાડી જોઈએ છે તેવી વાત કરીને કિશોરભાઈના મિત્ર મનીષ જૈને રેફરન્સ આપ્યો હોવાનું કહ્યું હતું. આથી કિશોરભાઈએ મનીષ જૈન સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, વાંધો નહીં તમે હિતેશ પ્રજાપતિને ગાડી આપો. આમ કહેતાં કિશોરભાઈએ ગાડીના ફોટો પાડીને હિતેશને મોકલ્યા હતા અને રોજના રૂ.2800ના ભાડાથી ગાડી આપવાનું નક્કી કર્યું હતું. તે જ દિવસે સાંજે હિતેશ પ્રજાપતિએ ફોન પર વાત કરીને ગાડી પકવાન ચાર રસ્તા પર જાફરાબાદી ઈમરાન જુસબ (માંડવી)ને આપી દેવા કહ્યું હતું. આથી હિતેશ પ્રજાપતિએ તેમના ખાતામાં 15 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા અને ઈમરાન ગાડી લઈ ગયો હતો. 10 દિવસ બાદ કિશોરભાઈએ ગાડી પાછી લેવા ફોન કરતા હિતેશે ગલ્લાતલ્લા કર્યા હતા. આથી આ અંગે કિશોરભાઈ ભોજવાણીએ હિતેશ પ્રજાપતિ અને ઈમરાન જાફરાબાદી જુસબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સાણંદ જલારામ મંદિરે ભાગવત કથાનો પ્રારંભ

August 27th, 2024

બાપા જલારામ સત્સંગ મંડળ દ્વારા સાણંદ જલારામ મંદિરે સદગુરુ ભગવાન પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાની વ્યાસપીઠે વક્તા અશ્વિનભાઈ જોશી બિરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે . કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬ કલાકનો રહેશે ૨ સપ્ટેમ્બરના રોજ કથાની પુર્ણાહુતી ધામધૂમથી કરવામાં આવશે .પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતીનો દિવસ એટલેકે ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ રાજેશભાઈ લશ્કરી બોટાદવાળાનો ભજન સત્સંગ કાર્યક્રમ તેમજ બ્રહ્મચોર્યાસી , દરિદ્રનારાયણ ભોજન તેમજ જ્ઞાતિ ભોજન કાર્યક્રમો પણ યોજાશે .

Breaking News

સાણંદના દોદર ગામે દીવાલ ધરાશાયી : સુતેલા યુવકનું મોત

August 27th, 2024

સાણંદ તાલુકાના દોદર ગામે ભારે વરસાદને પગલે દીવાલ ઘરમાં સુતેલા યુવક પર મોત બનીને ધરાશયી થઇ હતી .
ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના દોદર ગામ ઇન્દિરા આવાસ યોજના ના પરામાં વરસાદના કારણે દિવાલ પડતા ઘરમાં નિદ્રામાં પોઢી રહેલ ૨૮ વર્ષીય દેવીપુજક દિલીપભાઈ સોમાભાઈનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .ઓચિંતા બનાવને પગલે પરિવારજનો માથે જાણે આભ તૂટી પડ્યું હતું . આંતરે ઉલ્લેખનીય છે કે સાણંદમાં જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટિસો અપાય છે ત્યારે આ પ્રકારના જે મકાનો હાલમાં પણ અસ્તિત્વમાં હોય તેવા મકાનો ઉતારી લેવા તાત્કાલિક પગલાં ભરાય તે જરૂરી છે જેથી આવી અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય

સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવાના રેકેટનો પર્દાફાશ

June 18th, 2024

સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવામાં આવી છે. જેમાં સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનનું નિવેદન સામે આવ્યું છે. તેમ રાજકીય લોકોને જાણતા હોવાનું કહી ભોગ બનાવતા હતા. જેમાં સરકાર તરફે બે ગુના નોંધ્યા છે. તથા સોમ પટેલને ડોમેસ્ટિક ફ્રોડનો કેસ ચાલતો હતો. તેમજ જીતુ બારોટે રૂપિયા ત્રણ કરોડ માગ્યા હતા. તથા સીઆઇડીએ તાત્કાલિક સોમાભાઈનું ધ્યાન દોર્યું હતું.
સીઆઇડી ક્રાઇમના સાયબર સેલમ એકાઉન્ટ ફ્રિજ તથા અનફ્રિજ કરાવવામાં આવે છે. જેમાં મેઈલ મારફતે એકાઉન્ટ અનફ્રિજ કરવા પ્રક્રિયા કરવાની રહે છે. તથા રૂબરૂ કોઈ આવીને રજૂઆત કરે છે. તેમ સાયબર સેલના આધિકારીઓના નામે પૈસા માંગણી કરતાં હોવાનું ધ્યાન આવ્યું છે. તથા અધિકારીઓ અને રાજકીય લોકોને જાણતા હોવાનું કહી લોકોને ભોગ બનાવતા હતા. જેમાં ઝુંબેશ આવા કેસોમાં ચલાવી હતી એમાં તેમાં સરકાર તરફે બે ગુના અમે નોંધ્યા છે. સોમાભાઇ પટેલ નામના વ્યક્તિને ડોમેસ્ટિક ફ્રોડ થયેલ હતું અને કેસ ચાલતો હતો. જેમાં જીતુ બારોટ નામના વ્યક્તિએ મધ્યસ્થી કરીને અધિકારીઓને જાણું છું કહી ડીજીપી અને સીઆઇડી ક્રાઇમના વડાને વાત કરી દીધી છે. તેમ કહી જીતુ બારોટે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા.સીઆઇડી ક્રાઇમે તાત્કાલિક સોમા ભાઈને બોલાવી ઘટનાનું ધ્યાન દોર્યું હતું. તેમ ફરિયાદી ફરિયાદ આપવા માંગતા ન હોવાથી સરકાર ફરિયાદી બની છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં દિનેશ દેશમુખ ઇન્સ્ટાગ્રામ મારફતે વિઝા મેળવવા માટે 22 હજારનું પેમેન્ટ કરેલ છે. તથા ડાંગ જિલ્લામાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આશિષ તોમર નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હતી અને તેને બોલાવી પૈસા પરત આપ્યા હતા. એના કેસમાં એકાઉન્ટ અનફ્રિજ કરવા માટે કહેવાયું હતું. જોકે આશિષ તોમર અગાઉ ગુનામાં સંડોવાયેલ હોવાના કારણે એકાઉન્ટ ફ્રિજ રાખ્યું હતું. તથા સીઆઇડી ક્રાઇમના જ હંગામી કર્મચારી આશિષ રાણાએ 70 હજાર માગણી કરી હતી. જેમાં રાણા અને તોમર વચ્ચે થયેલ વાતચીત ધ્યાને આવેલ છે. તેથી કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ

May 27th, 2024

સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પંકજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રાજકોટ અંગ્નિકાંડના સદગતોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી .સાણંદ તાલુકા પંચાયતથી મીણબત્તી સાથેની મૌન રેલી ડો આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે સંપન્ન થઇ હતી કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત હતા .

ગુરુવારે જલારામ મંદિરે આયુર્વેદ કેમ્પ તથા રાહતદરે ચશ્મા અપાશે

May 7th, 2024

દર મહિનાની 9 મી તારીખે , શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ, સાણંદ ખાતે નાડીવૈદ શ્રી અર્જુનનંદગીરી બાપુ નો આયુર્વેદિક કેમ્પ યોજાશે. આ કેમ્પની સાથે સાથે આંખોના નિદાન કેમ્પ, રાહત દરે ચશ્મા તથા મોતિયાના ઓપરેશન નિશુલ્ક કરી આપવામાં આવશે સેવાભાવી ડો કિરીટ ત્રિવેદી સેવા પ્રદાન કરશે નોંધણી તથા પૂછપરછ માટે. શ્રી રમેશભાઈ 9377796699. શ્રી હરિભાઈ 9426357138. નો સંપર્ક કરવો

સુપ્રભાત સાણંદ :ઈશ્વરપર અતૂટ શ્રદ્ધા રાખો ( પ્રસ્તુતિ : કૃપા ઠક્કર દ્વારા)

April 9th, 2024

રાજકોટના યુવાન સાથે લગ્નનું નાટક કરી અઢી લાખના ઘરેણાં લઈ ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ

March 29th, 2024

આશરે 8 વર્ષ અગાઉ રાજકોટના એક યુવાન સાથે લગ્નનું નાટક કરી દુલ્હન રૂ.2.50 લાખ લાઇ ફરાર થઈ હતી જે કેસમાં પોલીસે ટોળકીના 5 આરોપીને પકડી લીધા હતાં, પરંતુ લૂંટેરી દૂલ્‍હન એવી મહિલા હાથમાં આવી ન હોતી. જેને રાજકોટ પોલીસે છોટુઉદેપુરમાંથી ઝડપી લીધી હતી.

      સૂત્રોના કહેવા મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ગત વર્ષ 2016માં એક યુવકે ફરિયાદ નોંધાવી હતી,  જેમાં એક યુવાનને લગ્ન કરવા માટે એજન્‍ટ મારફતે નર્મદા જિલ્લાના તીલવાડા તાબેના ધણસીદા ગામની યુવતી ગીતા ઉર્ફ સંગીતા પ્રવિણભાઈ તડવી સાથે લગ્ન કર્યા હતા, આ યુવતી પરણેલી હોવા છતાં તે કુવારી છે તેવું કહી તેના લગ્ન યુવાન સાથે કરાવી દેવાયા હતાં. તેના બદલામાં એક લાખ રોકડા મેળવી લેવાયા હતાં. લગ્નના બીજા જ દિવસે ગીતા ઉર્ફ સંગીતા માવતરે કામ છે તેમ કહીને નીકળી ગઇ હતી. ત્યારબાદમાં જાણ થઈ કે તે ઘરમાંથી રૂ.અઢી લાખના દાગીના પણ લઇ ગઇ છે.                
               આ બનાવને લઈને સંગીતા ઉર્ફ ગીતા સાથે ઇશ્વર ફુલજી તડવી, અનસુયા ઇશ્વર, જશી વેચા તડવી, મયુર ઝવેર ગોટી, રમણ રણછોડ પટેલ અને સામત જોગા જોગરાણા નામાના લોકો વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી પોલીસે અનસુયા, મયુર, જશી, ઇશ્વર અને રમણને ત્યારે પકડી લીધા હતાં. જ્યારે લૂટેરી દુલ્‍હન બનેલી ગીતા ઉર્ફ સંગીતા સાત વર્ષથી ફરાર હતી. તેને  છોટાઉદેપુરના સંખેડાના ખુનવાર ગામેથી બાતમી આધારે ગીતા ઉર્ફ સંગીતાને ઝડપી પાડી હતી. આમ 8 વર્ષે લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે.

સાણંદમાં થર્ટી ફર્સ્ટએ સવાસો લોકો પીધેલા પકડાયા

January 2nd, 2025
Breaking News

આટઆટલી ઘટનાઓ છતાં સાણંદમાં વધુ બે યુવકો ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા :અજાણ્યા કોઈએ આપેલ લોભ લાલચમાં ના આવો નહીતો ગાંઠના પૈસા જશે

January 2nd, 2025

અમદાવાદમાં 10 દિવસ માટે ભાડેથી કાર લઈ ગયેલા બે ગઠિયા છૂમંતર

September 24th, 2024

સાણંદ જલારામ મંદિરે ભાગવત કથાનો પ્રારંભ

August 27th, 2024
Breaking News

સાણંદના દોદર ગામે દીવાલ ધરાશાયી : સુતેલા યુવકનું મોત

August 27th, 2024

સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવાના રેકેટનો પર્દાફાશ

June 18th, 2024

રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ

May 27th, 2024

ગુરુવારે જલારામ મંદિરે આયુર્વેદ કેમ્પ તથા રાહતદરે ચશ્મા અપાશે

May 7th, 2024

સુપ્રભાત સાણંદ :ઈશ્વરપર અતૂટ શ્રદ્ધા રાખો ( પ્રસ્તુતિ : કૃપા ઠક્કર દ્વારા)

April 9th, 2024

રાજકોટના યુવાન સાથે લગ્નનું નાટક કરી અઢી લાખના ઘરેણાં લઈ ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ

March 29th, 2024