રાજકોટ-ભાવનગર હાઇવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં યુવાન અને વૃદ્ધનું મોત
રાજકોટના આજીડેમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગોંડલ રોડ ચોક નજીક પીરવાડી પાસે રહેતાં 32 વર્ષીય અશ્વિન ગોવિંદભાઇ બારૈયા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક અશ્વિન કારખાનામાં મજુરી કરતો હતો ગઈકાલે સાંજે છુટીને ઘરે જવા આજીડેમ ચોકડીએથી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ કારચાલક અડફેટે લઇ ફરાર થયો હતો. જ્યાંરે મોત થયું હતું આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામે રહેતાં 60 વર્ષિય કાંતિભાઇ ઉર્ફ થાવરાભાઇ ચુડાભાઇ વિહાત સાંજે 7 વાગ્યે સરધારના ભાયાસર રોડ પર રસ્તો પસાર કરી રહ્યા હતાં, ત્યારે કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું જેન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
