ગાંધીનગરમાં સેક્ટર 7 માથી બાઇક ચોરાતા અજાણ્યા ચોર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ગાંધીનગર જિલ્લાના સેકટર 7 માંથી રૂપિયા 40,000/- નું હીરો કંપનીનું સ્ટેન્ડર પ્લસ બાઇક ચોરી ઇસમ ફરાર થઈ ગયો હતો. ઘર આગળ મૂકેલી બાઇક ચોરી થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. સમગ્ર બનાવમાં તેઓ કામર્થે બહાર ગયાં હતા ઘરે પરત ફરતા જોયું તો બાઈક ન મળી આસપાસ શોધતજાણ થઈ કે કોઇ અજાણ્યા ચોર ઇસમે બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો છે ત્યારે બાઇક માલિક દિનેશભાઈ ચેનવાઇ અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ચોરીના બનાવની ઘટનાની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર સાતમાં રહેતા દિનેશભાઈ ચેનવાઇ તેઓ પોતાની બાઇક ઘર આગળ મૂકી કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે પરત ફરતા જોયું તો તેમની બાઈક ઘરની આગળ ન હતી ત્યારે આસપાસ શોધ ખોળ કરતાં જણાઈ આવ્યું કે કોઈ અજાણ્યા ચોરી ઈસમ દ્વારા બાઈકની ચોરી કરવામાં આવી છે ફરિયાદીનું બાઈક હીરો કંપનીનું સ્ટેન્ડર પ્લસ બાઇક હતું જેની કિં. આશરે રૂ 40,000/- છે. ત્યારે તેઓએ સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને અજાણા ચોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Social