કડીમાં કોહવાઈ ગયેલી હાલતમાં આધેડની લાશ મળી આવી

કડીમાં આવેલ માર્કેટયાર્ડની પાછળ વિરમગામના એક આધેડની લાશ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે મૂળ વિરમગામના દેવપુરાના વતની મુકેશભાઈ ઉર્ફે ભુદરભાઈ પ્રાણદાસ પટેલ (ઉં.આશરે ૬૫) તેઓ પાલાવાસણા ખાતે એકલા રહેતા હતા. દિવાળીની આજુબાજુ તેમના ભત્રીજાએ કડી માર્કેટયાર્ડ પાછળ કપચી-રેતીનો ધંધો કરવાનો હોય જગ્યા ભાડે રાખી હતી. જેની દેખરેખ કરવા માટે તેઓને રાખ્યા હતા. જ્યાં તેઓ એકલા જ રહેતા હતા.
વિરમગામના દેવપુરાના વતની મુકેશભાઈ ઉર્ફે ભુદરભાઈના ભત્રીજા ભાર્ગવ કે જેઓ અમદાવાદ ખાતે રહે છે. ભાર્ગવે માર્કેટ યાર્ડની પાછળ આવેલ બરફની ફેક્ટરીની બાજુમાં પ્લોટ ભાડે રાખ્યો હતો. દેખરેખ કરવા માટે તેઓ તેમના કાકાને લઈ આવ્યા હતા અને તેમના કાકા મુકેશભાઈ ઉર્ફે ભુદરભાઈ એકલા રહેતા હતા. જ્યાં ભાર્ગવ 6 દિવસ પૂર્વે તેમના કાકાને મળ્યા હતા અને ખબર અંતર પૂછીને તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા. ભાર્ગવભાઈના કૌટુંબિકભાઈ ઉમંગને કહ્યું હતું કે, કાકાની ખબર અંતર કડી જઈને પૂછી આવજે, જ્યાં ઉમંગ કડી આવતા તેમના કાકાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ જોતા તે પોતે હેપ્તાઈ ગયો હતો. આજુબાજુના લોકોને તેમજ કૌટુંબિકને જાણ કરી હતી અને તુરંત જ તેઓ કડી પોલીસ મથકમાં દોડી ગયા હતા. જ્યાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Social