મહેસાણામાં નીતિન પટેલના પુત્ર અને ભાગીદારો સાથે ‌44.60 લાખની છેતરપિંડી

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પુત્ર અને તેમના ભાગીદારોની ગોઝારિયામાં આવેલી સુમાર બાયોટેક કંપની પાસેથી જયપુરની નોવા ફાર્મા કંપનીએ ખરીદીની અવેજીમાં આપેલા રૂ.44.60 લાખના ચેક બાઉન્સ થતાં ફાર્મા કંપનીના કહેવાતા માલિક જયપુરના શખ્સ વિરુદ્ધ ભાગીદારે લાંઘણજ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
કંપનીના વેતન નિયમ મુજબ 45 દિવસ બાદ આ ચેક જમા કરાવતાં બંને ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ તેમણે શ્રીકાંત અગ્રવાલનો ટેલીફોનિક સંપર્ક કરતાં ફોન બંધ આવ્યો હતો સાથે જીએસટી નંબરમાં જણાવેલ એડ્રેસ ઉપર નોવા ફાર્મા કંપનીની તપાસ કરાવતાં આ કંપની પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આથી ચિરાગ પટેલે શ્રીકાંત અગ્રવાલ વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Social