મહેસાણામાં મિત્રને ફેરવવા આપેલું બુલેટ લાડોલના ઇસમે બારોબાર વેચી માર્યું
મિત્રને ફેરવવા માટે આપેલું બુલેટ બારોબાર વેચી માર્યું હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે.સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લાડોલ ગામે રાઠોડવાસમાં રહેતા કનુજી ભારથીજી રાઠોડ દૂધ મંડળીમાં પ્રમુખ છે. 2020માં તેઓ પોતાના ઉપયોગ માટે રોયલ એનફિલ્ડ બુલેટ લાવ્યા હતા. તેમના ગામના અને મિત્ર સોલંકી દશરથજી રામાજીએ તેમનો પુત્ર સાવનસિંહ મહેસાણા અવરજવર કરતો હોય દશરથજીએ તેમની પાસે બુલેટ ફેરવવા માંગતા તેમણે આપ્યું હતું. સાથે બુલેટની આરસીબુક અને બીજા કાગળો પણ આપ્યા હતા. ત્યાર બાદ તેમને બુલેટની જરૂરિયાત ઊભી થતાં દશરથસિંહ પાસે પરત માગતાં આપ્યું ન હતું. તપાસ કરતાં દશરથસિંહે તેમની જાણ બહાર ખરોડના લવાર જયેશભાઈ દેવરાજભાઈને બુલેટ બારોબાર વેચી માર્યું હોવાની ખબર પડતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે કનુજી રાઠોડે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
