સાબરકાંઠામાં સિમેન્ટ મિક્ષ કરવાના મીક્ષરમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો
સાબરકાંઠા LCB ટીમે બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરીને એક શખ્સ સિમેન્ટનું ટ્રેલર બલગર (કપચી, રેતી અને સિમેન્ટ મીક્ષ કરવાનું મશીન) ગાડીમાં ભરીને શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યો હતો. જેથી LCB પોલીસે તેને રોકવાની કોશિષ કરી હતી, પરંતુ ચાલક ફરાર થતાં LCBએ પીછો કરી બલગર સાથે ગોવિંદ પુનાજી મીણા (રહે.જીલ ઉદેપુર,પોસ્ટ કલ્યાણપુર)ને પકડી લઈ બલગરમાં તપાસ કરતાં વિદેશી દારૂની રૂ.9.76 લાખથી 222 પેટી કબ્જે કરી હતી. આ અંગે ગાંભોઈ પોલીસમાં ગોવિંદ મીણા, સુનિલ મોતીલાલ દરજી, ભરત ઉર્ફે ભુરાજી ડાંગી, ધર્મુભાઈ તેમનો મિત્ર અને દારૂ મંગાવનાર વિરૂદ્ધ LCBએ ફરીયાદ નોંધાવી હતી.
