પ્રાંતિજમાં પૈસાની લેતીદેતી મામલે બે જુથ અથડામણમાં એકનું મોત

   સાબરકાંઠાના પ્રાંતિજમાં ખોડીયાર કુવા મોટામાઢ વિસ્તારમાંપૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં યુવકને સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત થયું હતું. ઘટનાને લઈને પોલીસે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધયો છે. 
     સૂત્રોના કહેવા મુજબ પ્રાંતિજના ખોડીયાર કુવા મોટા માઢ વિસ્તારમાં 30ના જેટલા લોકોએ લાકડીઓ, લોખંડના પાઈપ અને પથ્થરો સહિતના પ્રાણઘાતક હથિયારો લઈને મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ઇકો ગાડીમાં તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલી રાજુ કાન્તીભાઈ ભોઈને ખેંચી લઇ જઈને લોખંડની પાઈપ રાજુભાઈના માથાના ભાગે મારી ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઇજાઓ થતાં રાજુ ભોઈનેસારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડાતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Social