અમદાવાદના સુભાષબ્રિજ પાસે 100થી વધુ ગેરકાયદે મકાન-ઝૂંપડાઓ પર બુલડોઝર ફર્યું

  અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 100થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલેશનની તંત્ર દ્વારા કામગીરી કરાઇ હતી. 

એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા જ સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમે મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ કર્યો હતો.
ખાડિયાની ચાલી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લોકો છેલ્લાં 20 વર્ષથી વસવાટ કરે છે. સ્થાનિકોની માંગ હતી કે, તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે, એસ્ટેટ વિભાગ દ્વારા પણ તેઓને 10 દિવસ પહેલાં સ્થાનિક પોલીસને સાથે રાખી મકાનો ખાલી કરી દેવા માટે તેમજ અન્ય જગ્યાએ ખસી જવાની સૂચન કર્યું હતું છતાં પણ તેઓ દ્વારા મકાનો ખાલી ન કરતાં તંત્રે દબાણો તોડી પાડ્યા હતા.

Social