તસ્કરોનો તરખાટ: સાણંદ ભૂમિકા સ્ટુડિયો અને હનુમંત ક્લિનિકના તાળા તૂટ્યા
સાણંદમાં તસ્કરોએ તરખાટ મચાવતા અઠવાડિયામાં બીજીવાર તાળા તૂટવાની ઘટના બની છે, સાણંદ એસટી સ્ટેન્ડ નજીક આવેલ સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષમાં બે દુકાનોના તાળા તૂટ્યા હતા.
સમગ્ર બનાવવાની વિગત એવી છે કે , સાણંદ એસટી સ્ટેન્ડની બાજુમાં આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ માં પ્રથમ માળે આવેલ, ભૂમિકા સ્ટુડિયો નામની દુકાન અને બાજુમાં આવેલ હનુમંત ક્લિનિકના શટર કોસ થી તોડીને ઊંચા કરેલા જોવામાં આવતા સવારથી જ ચકચાર મચી ગઈ હતી. ભૂમિકા સ્ટુડિયો માંથી માત્ર 150 ની પરચુરણ, જ્યારે હનુમંત ક્લિનિકના ડોક્ટર પાર્થ દેવમુરારી નો iphone, 3000 રોકડા તેમજ સીસીટીવી કેમેરાની ચોરી થઈ છે. સમગ્ર મામલે વેપારીઓએ સાણંદ પોલીસ સ્ટેશને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ સાણંદ એપીએમસી માર્કેટ સંકુલ માં છ ગોડાઉનના તાળા તૂટ્યા હતા, અઠવાડિયામાં બીજી ઘટનાને કારણે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.



