રાજસ્થાનમાં ગુજરાતી પરિવારનો ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત
રાજસ્થાનના બિકાનેર નજીક ટ્રક અને ટવેરા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા,ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચ લોકોના મોત થયા છે.આ અકસ્માતમાં બે મહિલા, બે પુરુષ અને એક બાળકીના મોતના સમાચાર સામે આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમ પાસેથી મળેલી માહિતી મુજબ તમામ મૃતકો ગુજરાતના રહેવાસી છે.
મૃતકોની ઓળખ ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ડો. પૂજા, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રી તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો હતો.
