સાણંદના નાની દેવતી ગામે 3 રીક્ષા સાથે 1030 લિટર દારૂ પકડાયો : દારૂની ભઠ્ઠીનો નાશ કાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ ના.પો.અધિ.સાણંદની સુચના મુજબ નાની દેવતી ગામે દશરથભાઈ નટુભાઈ ચુનારા નાની દેવતીથી ખીચા જવાનાં રોડ ઉપર તળાવની પાળે માણસો સાથે રાખી દેશીદારૂ ગાળવાનો તથા વેચવાનો ધંધો કરે છે જેથી રાત્રે સાણંદ પોલીસે બનાવ સ્થળે રેડ કરી તળાવની પાળ ઉપર દશરથભાઈ નટુભાઈ ચુનારા તથા તેની સાથેનાં માણસો પોલીસને જોઇ રાત્રીનાં અંધારાનો લાભ લઇ બાવળની ઝાડીમાં થઇ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ રેડ દરમ્યાન ત્રણ સી.એન.જી રીક્ષા પડેલ છે જેમાં દેશી દારૂ તેમજ ભટ્ટી પર પીપમાં દારૂ મળી આવેલ આમ કુલ 1030 લિટર દેશી દારૂ જેની (કિં.20,060) જપ્ત કર્યો હતો. બીજી તરફ પોલીસે તળાવની પાળે ભઠ્ઠી પરથી કુલ વોશ 1000 લિટર સ્થળ ઉપર નાશ કરેલ છે અને ભઠ્ઠી તોડી પાડી હતી. પોલીસે 3 રિક્ષા,દેશી દારૂ મળી રૂ.3,22,060/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાણંદ પોલીસે દશરથભાઈ નટુભાઈ ચુનારા અને 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
