આણંદ પાસે કન્ટેનર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાયુ
સૂત્રોના કહેવા અનુસાર નડિયાદથી નેશનલ હાઈવે થઈ વડોદરા તરફ જતું કન્ટેનર આણંદની શાકમાર્કેટ નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું. ત્યારે એકાએક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી કન્ટેનર ડિવાઈડર પરથી કુદીને રોડની સામેથી આવતાં ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતમાં કન્ટેનર ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
