KYC અપડેટ કરવાનું કહી ગઠિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલને મોકલી લિંક, 20 લાખથી વધુની રકમ ઠગાઇ

સાયબર ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છેે. જેેમાં શખ્સોએ કેવાયસી અપડેટ કરાવવાનું કહીને મોબાઈલ એક્સેસ લઈ ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કેવાયસી અપડેટ કરાવવાનું કહીને ફ્રોડસ્ટર્સ અકાઉન્ટને બ્લોક કરી દે છે. અને બેંક તરફથી આવતા મેસેજ જેવો જ મેસેજ હોવાથી સરળતાથી લોકો છેતરાઈ જાય છે. આથી ઝુંડાલ ખાતે રહેતા 56 વર્ષીય અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર સાથે છેતરપિંડી થઇ છે. અને 20 લાખથી વધુની રકમ ઉપાડી લેતા ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Social