અમદાવાદના SG હાઇવે પર બે બાઈક સવાર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું : એકનું મોત

અમદાવાદના એસજી હાઈવે પર એક ટ્રકે બાઈક પર જતાં બે લોકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી
યુવકને ગંભીર ઇજા થતાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી છે.

   અમદાવાદના એસજી હાઈવે પર  કારગિલ પેટ્રોલ પંપ પાસેથી એક બાઈક પર બે યુવકો જતા હતા ત્યારે પાછળથી આવતા મિક્સર ટ્રકે ટક્કર મારી હતી. જ્યાં ટ્રકનું આગળનું ટાયર બાઈક સવાર પર ફરી વળ્યું હતું. જેમાં અમદાવાદ ચાણક્યપુરીમાં રહેતા મૂળ ડુંગરપુરના બાઈક ચાલક દિનેશ રોટનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા દિલપત અંદાનીને ગંભીર ઇજા થઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Social