રાજકોટમાં યુવતીને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત

રાજકોટના કાલાવડ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે, એક યુવતીને અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું હતું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી ખાતે રોડ પર જતી યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત થતાં પોલીસ હોસ્પિટલ દોડી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ઇજાગ્રસ્ત યુવતી મૂળ ધારી પંથકની વતની ક્રિષ્ના ભરતભાઇ ભારથી (ઉં.વ.19) હોવાનું અને હાલમાં તે મેટોડા ખાતે રહેતા તેના માસી ગૌરીબેન સુંદરગીરી ગોસાઇના ઘરે રહેતી હોવાનું સેમ આવ્યું છે. ક્રિષ્નાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Social