Breaking News
પાટણના હારીજનાં જશોમાવ હત્યા કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝબ્બે
સૂત્રોના કહેવા અનુસાર હારીજના જાશોમાવ ગામના મર્ડરના ગુનામાં સાડા ત્રણ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર આરોપીને પાટણ LCB ટીમે ઝડપી લીધો હતો. પાટણ LCB ટીમને બાતમી મળેલ કે હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાપાકા કેદી ભરતજી સુંડાજી ઠાકોર રહે.જશોમાવ તા.હારીજએ ગામના જ વ્યક્તીને અચાનક બોલાચાલી થતા ઉશ્કેરાટમાં આવી જઈ ધારીયુ મારી હત્યા કરી હતી. જે કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને તા.01/12/2020 થી પેરોલ ફર્લો રજા ઉપર હતો અને તા.16/12/2020 થી ફરાર હતો. આરોપી પાટણ ખાતે આવેલ છે જે હકીકત આધારે પાટણ સિધ્ધપુર ચોકડી પુલ નજીક વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત ફરાર કેદી મળી આવતા તેને અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવા તજવીજ કરી હતી.
