વલસાડના પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં એકનું મોત
વલસાડના નેશનલ હાઈવે પર વાઘલધારા પાસેથી પસાર થતા કેમિકલ ભરેલા એક ટેન્કર પલટી માર્યા બાદ આગ લાગતાં હાઇવે પર અફરતફરી સર્જાઈ હતી એકાએક વિકરાળરૂપ આગે ધારણ કરતા એક કાર પણ આગની ઝપેટમાં આવી હતી. ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક પહોચીને હાઇવે બંધ કરાવ્યો હતો સાથે 3થી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે બનાવ સ્થળએ એક વ્યકિતનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રોનું ટેન્કરનો ચાલક હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે, હાલ તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
