મહેસાણામાં સગીરાને અડપલાં કરતા યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મહેસાણાના એક ગામે પરિવાર સાથે રહેત સગીર વયની દીકરીને એક વર્ષથી અવારનવાર પીછો કરીને હેરાન કરતાં એક યુવક સામે પોલીસમાં પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા વિસ્તારમાં આવેલા એક ગામડામાં પરિવાર સાથે રહેતી 17 વર્ષની સગીરાને છેલ્લા 12 માસથી ચરાડું ગામનો કિરણ બળદેવજી ઠાકોર નામનો ઈસમ અવારનવાર પીછો કરીને હેરાન કરતો હતો. યુવક સગીરા પાસે બીભત્સ માગણી કરીને તેનો હાથ પકડીને અડપલાં કરતા કરી ધમકીઓ આપી હતી.ભોગ બનનાર સગીરાએ આ અંગે પરિવારને જાણ કરી અને સગીરાના પિતાએ યુવક સામે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social