જામનગરમાં ચેક રિટર્ન કેસમાં 5 માસની જેલ અને રૂ.51 હજારનો દંડ

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયદીપસિંહ નવલસિંહ રાઠોડે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતાં સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરપાઈ ન કરતાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ -138 અન્વયે ઈસમ સામે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા ઈસમ કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો. આરોપીને ગેરહાજરીમાં ૫ માસની જેલની સજા તેમજ રૂ.51,000નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Social