ધંધુકામાં મામલતદારે 1330 કિલો ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો

ધંધુકા મામલતદાર દ્વારા 42 કોથળા માં સરકારી અનાજનો ચાર વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજ નો 1330 કિલો નો જથ્થો જપ્ત કરી અનાજ સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યું હતું જ્યારે ચાર વાહનો ડિટેઇન કરી ધંધુકા પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.

ધંધુકા મામલતદાર વિજયસિંહ ડાભીને મળેલી બાતમીને આધારે મામલતદાર અને સ્ટાફના માણસો વોચ રાખી ને બેઠા હતા ત્યારે માહિતી મળી કે ધંધુકા ફેદરા માર્ગ પર શંકાસ્પદ વાહનો પડેલા છે સમગ્ર સ્ટાફ ત્યાં પહોંચી તપાસ કરતા એક બુલેરો ગાડી, અને ત્રણ રિક્ષામાં ૪૨ કોથળા અનાજ થી ભરેલા મળી આવ્યા હતા જેમાં ૧૦૭૯ કિલો ચોખા,૨૭૪ કિલો ઘઉં અને ૩૦ કિલો બાજરીનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદાર દ્વારા તમામ જથ્થો સરકારી ગોડાઉન ખાતે મોકલી આપી ચારેય વાહનો ધંધુકા પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.આ મુદ્દે મામલતદાર ડાભીએ જણાવ્યું કે,રિક્ષાના ચાલકો એ તપાસમાં જણાવ્યું કે તેઓ કઠલાલ વિસ્તારમાં થી આવ્યા હતા અને ધંધુકાના આજુબાજુના ગામોમાં ફરી લોકોને રૂપિયા આપી ને આ સરકારી અનાજ નો જથ્થો ખરીદી કઠલાલ જતા હતા હાલ સમગ્ર મુદ્દે કાયદેસરની તપાસ ચાલુ છે.

Social