કુંડલ ગામના પશુપાલકને આપેલ રૂ.4.67 લાખનો ચેક રિટર્ન થતા માણસાના ઈસમ સામે ગુનો નોંધાયો
સાણંદના કુંડલ ગામના પશુપાલક પાસેથી માણસાના ચરાડાના ઇસમે 13 પશુ રૂ.4.67 લાખનો ચેક આપી ખરીદ્યા હતા અને બેન્કમાં ચેક બાઉન્સ થતાં સમગ્ર મામલે પશુપાલકે કોર્ટમાં જતાં કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતાં સાણંદ જીઆઈડીસી પોલીસે એક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાણંદના કુંડલ ગામે રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે ઓમકાર ભુપેન્દ્રસિંહ વાઘેલાએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ આશરે પાંચેક વર્ષ અગાઉ તેઓના ભાઈ પ્રુથ્વીરાજસિંહએ ખેતરમા ગાયોનો તબેલો બનાવ્યો હતો અને તે વખતે પંદરેક ગાયો તબેલામા હતી અને તેઓના ભાઈને નોકરી મળતા આ તબેલો દેવેન્દ્રસિંહને સોંપી ને નોકરી કરવા જતા રહેલ અને દેવેન્દ્રસિંહને બીજુ ખેતીનુ કામ હોવાથી તબેલાની ગાયુ અલગ અલગ જગ્યાએ વેચેલી અને ત્યારે માણસાના ચરાડાના પિયુષભાઈ ચોધરીસાથે અવાર નવાર ગાયુની લે વેચ મા ભેગા થતા હોવાથી ગાયુના ગ્રાહક અંગે વાત કરતાં પિયુષભાઈએ અમ્રતભાઈ સોમાભાઈ રબારી (રહે ચરાડા)ને કુંડલ ગામમા આવેલ તબેલા ખાતે લઈને આવેલ અને તબેલામાથી દશ ગાયો તથા બે મોટી વાછડી તથા એક આખલો અમ્રતભાઈએ રૂ.4,67,500 મા નક્કિ કરેલ અને બે હપ્તામા પૈસા આપવા માટે બે ચેક આપી પૈસા બાબતે કાચુ લખાણ કર્યું હતું અને પ્રથમ હપ્તે 2,33,000નો હપ્તો નક્કિ કરેલ જે પૈસા બાબતે અમ્રતભાઈને અવાર નવાર ફોન કરી લેવાના નિકળતા પૈસા આપી દેવા કહેવા છતાં ના આપતા જેથી બન્ને ચેક બેંકમા નાખતા ચેક બાઉન્સ થયા હતા અને તે સમયે કોરોનાનુ લોક ડાઉન હોવાથી જે નેગોશિયેબલ 138 દાખલ થયેલ નહિ અને સમગ્ર મામલે દેવેન્દ્રસિંહએ કોર્ટ મા અરજી કરતાં કોર્ટે હુકમ કરતાં બનાવ અંગે જીઆઈડીસી પોલીસમાં માણસાના ચરાડાના અમ્રતભાઈ સોમાભાઈ રબારી સામે ફરિયાદ કરતાં પોલીસે તેઓના વિરુદ્ધ ગુનો નોંધયો છે.
