ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહલગ્ન: 15 યુગલો સપ્તપદી ના સુત્રે જોડાયા
સતત બીજા વર્ષે ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવમાં સર્વ જ્ઞાતિના 15 યુગલો ધામધૂમથી સપ્તપદી ના સુત્રે જોડાયા હતા. સાથે સાથે ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એકલિંગી રોડ ઉપર આવેલા કેડી ફાર્મ ખાતે યોજાયેલ આ ભવ્ય મહોત્સવમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કુલ 15 નવ યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ સુંદર અને ભવ્ય આયોજનથી દી પી ઉઠ્યો હતો, તુલસી વિવાહમાં વિશ્વવિખ્યાત અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ભગવાનને તેડાવવામાં આવ્યા હતા અને ધામધૂમથી તુલસી વિવાહ સંપન્ન થયા હતા. સમગ્ર આયોજનમાં ઘનશ્યામભાઈ બોપલ વાળા તેમજ સમસ્ત ભારત માતા મંદિર ટીમે ખડે પગે પાયા ની ભૂમિકા ભજવી હતી. સમસ્ત સાણંદ અને શહેર વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત હતા.

