અમુલ ફેડરેશનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું- અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, ખેડૂતોનું સશક્તિકરણ, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે. અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PM મોદીએ પોતાના સંબોધનમા જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું. આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમુલ જેવું કોઈ નહીં, અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ. આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. 36 લાખ ખેડૂતોનું નેટવર્ક રોજ 200 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થાય છે જે આસાન નથી.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે. અમારો પ્રયાસ છે કે ગામડાના નાનામા નાના ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી જોડવામાં આવે. લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સ્થાપ્યા છે. અમારી સરકાર ખેડૂતોને સોલાર પંમ્પ આપી રહી છે. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે, તમારે એક નંબર પર લઈ જવાની છે. ડેરીમાં પણ મહિલાઓની સંખ્યા વધી રહી છે. આજે હું અમુલની પ્રશંસા કરું છું. પશુપાલકોને તેના ખાતામાંથી પૈસા કાઢવા માટે બહુ દૂર નહીં જાવું પડે.

ગાંધીજી કહેતા હતા ભારતની આત્મા ગામડામાં વસે છે. અમારુ ફોકસ છે પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારુ રહે, ખેડૂતો કેવી રીતે ધનવાન બને. આ વિચાર સાથે અમે પહેલીવાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે. ભાજપ સરકાર રાષ્ટ્રીય ગોકુલ માધ્યમથી દૂધાળુ પશુઓને સુધારવાનું કામ કરે છે. ગઈકાલે અમારી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં નેશનલ લાયસ્ટોક મિશન દેશી પ્રજાતિને બચાવવા માટે જાહેર કર્યું છે. સરકારે પશુધનનો વીમો કરવા માટે પ્રિમિયમની રકમ ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમુલ સફળતા પર છે એમાં મહિલા શક્તિના કારણે છે. ભારત ડેરી સેક્ટરની સફળતા મહિલાઓ માટે મોટી પ્રેરણા છે. ભારતને વિકસીત બનાવવા માટે દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી એટલી આવશ્યકતા છે. મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકાર ચારેબાજુ કામ કરી રહી છે. સરકારના પ્રયાસથી છેલ્લા 10 વર્ષથી ભાજપ સરકારે 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યા છે એમાં મોટાભાગના મહિલાઓના નામે છે. આપણે નમો ડ્રોન દીદી અભિયાનનું નામ સાંભળ્યું હશે. 15 હજાર આધુનિક ડ્રોન દેવામાં આવી રહયા છે. જેની ટ્રેનિંગ મહિલાઓને આપવામાં આવી રહી છે.

જે ખાતર અને દવા છંટકાવવામાં કામ આવશે.સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડામાં શરૂઆત કરાઇ હતી. આજે દુનિયા સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ આપણો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારતમાં 6 ટકા દરથી આગળ વધે છે. ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે જેની ચર્ચા થતી નથી. આજે હું એ ચર્ચા કરવા માગુ છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડને મળીને જેટલું ટર્નઓવર થાય છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. ભારતના ડેરી સેક્ટરનું અસલી બેકબોર્ન મહિલા શક્તિ છે.

Social