કડીની નર્મદા કેનાલમાંથી અમદાવાદના બે યુવકોની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
કડીનાના કરણનગર સીમમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી એકીસાથે બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી હતી ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી છે.
કડીના નર્મદા કેનાલમાં અમદાવાદ સરસપુર ખાતે રહેતા અમિત મહેન્દ્રકુમાર સુથાર છ દિવસ પૂર્વે ઘરના પરિવારજનો જમી પરવારીને હું બહાર જઈને આવું છું મારે કામ છે જેવુ કહીને ઘરેથી નીકળ્યો હતો. જ્યાં મોડે સુધી ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેમજ તેના પરિવારજનોએ અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન કડી તાલુકાના કરણનગર જંકશન મુખ્ય નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે તેની લાશને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને પરિવારજનોનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ તેમની લાશનો કબજો પરિવારજનોને સોંપવામાં આવેલો હતો. જ્યારે શાહ કેતનકુમાર ધીરુભાઈ ઉંમર વર્ષ 33 જે પણ છ દિવસ પૂર્વે ઘરેથી મારે બહાર જવું છે અને મારે કામ છે તેમ કહીને નીકળ્યો હતો અને મોડે સુધીના આવતા તેના પરિવારજનોએ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી જ્યાં કેતનની લાશ કરણનગર વાય જંકશન નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી તેની લાશને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારજનોનો સંપર્ક કરી લાશને પરિવારજનોને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ કેનાલમાં એકીસાથે અમદાવાદના બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી
