જામનગરમાં સગી ભત્રીજી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી કાકાને 20 વર્ષની સખત કેદ
જામનગરના જોડીયા પાસે એક ગામના સીમમાં સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં આરોપી કાકાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. જયારે પિડિતાને પણ કમ્પનશેસનના રૂ. 4 લાખ આપવા માટે આદેશ થયો છે.
સૂત્રોના કહવા અનુસાર જામનગરના જોડીયા નજીક એક ગામના સીમ પંથકમાં વર્ષ 2021માં રહેતો એક પરપ્રાંતિય શ્રમિક પરીવાર ભાગમાં વાડી વાવતા હતા જે સમયે પરીવારની સગીર પુત્રી (ઉ.વ.17)ના માતા અને પિતા બંને વતનમાં ગયા હતા અને સગીરા અને તેની નાની બેન અને કાકા સાથે રહેતા હતા આરોપી કાકાએ ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાધ્યા બાદ અવાર નવાર શરીર સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી. જે દરમિયાન સગીરાને પેટ વધી જતા તેના માતાએ તેણીને હોસ્પીટલમાં લઇ ગયા હતા જયા તેણીને સર્ગભા હોવાનુ અને 25 અઠવાડીયાનો ગર્ભ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ.જે બાદ દુષ્કર્મની ઘટના બહાર આવી હતી.જે દરમિયાન ભોગગ્રસ્તે બાળકીને જન્મ આપ્યો હતો.આ સમગ્ર બનાવ મામલે જોડીયા પોલીસે આરોપી કાકા સામે દુષ્કર્મ અને પોકસો એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જે કેસ અદાલતમાં ચાલી જતા આરોપીને દુષ્કર્મ અને પોકસો સંબંધિત કલમ હેઠળ 20 વર્ષની સખત કેદ તથા રૂ.15 હજારનો દંડ તથા દંડ ન ભરે તો છ માસની સખત કેદનો હુકમ કર્યો છે.જયારે ભોગગ્રસ્તને જન્મેલ બાળકીને કમ્પન્શેસન્સના રૂ. ચાર લાખ આપવા આદેશ કર્યો છે.
