સાણંદના ચાંગોદરમાં અજાણ્યા એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજયું

સાણંદના ચાંગોદરના સરસ્વતીનગરમાં રહેતા ઈસમ નોકરી જતાં સમયે હાઇવે પર અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડયા હતા જ્યાં તેઓનું મોત થતાં ચાંગોદર પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધયો છે.
સાણંદના ચાંગોદરના સરસ્વતીનગરમાં ઉદય તિવારી (મૂળ.બિહાર) પરિવાર સાથે રહે છે અને ઉદય તિવારી ચાંગોદર ઇન્ડસ્ટીયલ આવેલ એક કંપનીમાં નોકરી કરે છે. અને 15 ફેબ્રુઆરીએ ઉદય તિવારી સાંજે નોકરી પર જવા ઘરે થી ટીફીન લઇને સાંજના સાડા સાતેક વાગે નિકળેલા હતા ત્યારે સરખેજ –બાવળા હાઇવે પર ચાંગોદર ગામ પાસે કેનાલ નજીક અજાણ્યા એક્ટિવા ચાલકે બેફામ રીતે વાહન ચાલવી ઉદય તિવારીને અડફેટે લેતા શરીરમાં ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો એક્ટિવા ચાલક ફરાર થયો હતો. હાઇવે પર અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ઉદય તિવારીના પરિવારને જાણ કરતાં પરિવારના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સારવાર માટે 108 એમ્બ્યુલસ મારફતે સારવાર માટે સોલા સિવીલ માં લઈ ખસેડયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે અસારવા સિવીલ હોસ્પીટલ આઇ.સી.યુ વોર્ડ માં ખસેડયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થતાં બનાવ અંગે મૃતકના પુત્ર રોશન ઉદય તિવારીએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

Social