સાણંદમાં ઘાયલ સમડીનું રેસ્ક્યુ કરી અમદાવાદ સારવાર માટે ખસેડાઇ
સાણંદ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને એક મહિના બાદ પણ અનેક થાંભલા,વૃક્ષોમાં,વાયર પર રહેલી દોરીને કારણે નિર્દોષ પક્ષીને ઇજાઓ થઈ રહી છે. ત્યારે સાણંદમાં સાધન ફાઉન્ડેશન દ્વારા વાઘેલા બોર્ડિંગ ખાતે દોરીથી ઇજા થયેલ સમડીને બચાવી અમદાવાદ સારવાર માટે ખસેડાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે સાણંદ શહેરનાં વાઘેલા બોર્ડિંગ ખાતે ઝાડમાં દોરીથી ધાયલ એક સમડી હોવાની જાણ જીવ દયા પ્રેમીને થતાં સાણંદના સાધન ફાઉન્ડેશનને જાણ કરતાં સાધન ફાઉન્ડેશનના ગૌરવભાઈ ઠક્કર અને ધુવ કોટક તાત્કાલિક સ્થળ પર પહોચીને સમડીને રેસ્ક્યુ કરી સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવા ખસેડી હતી.
ઉત્તરાયણના પર્વ બાદ હજી પણ સાણંદ શહેર અને તાલુકામાં અનેક ઝાડ, થાંભલા સહિત વાયરો પર દોરી લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરવા પક્ષી બચાવવા માટે કામગીરી કરતી સ્થાનીકો દ્વારા અપીલ કરાઇ છે.
