ગાંધીનગર સંસદીય મત વિસ્તારની 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવાશે : AMCની બેઠકમાં નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળા સ્માર્ટ કરાશે. સ્માર્ટ શાળાઓને પગલે અંદાજીત 33 હજાર બાળકોને લાભ મળશે. બાકી રહેલી 25 શાળા સ્માર્ટ શાળા બનશે.

ગાંધીનગર લોકસભા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ હોય અને ત્યાં ગાંધીનગર લોકસભાની હદ લાગતી હોય તેવી તમામ સરકારી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 37 કરોડના ખર્ચે 25 જેટલી શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે અને આ શાળાઓ ફક્ત 10 માર્ચ પહેલા તૈયાર કરી દેવામાં આવશે.

હાલમાં અમદાવાદમાં કુલ 67 જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. ભારત સરકારનાં ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો મત વિસ્તાર કે જેની અંદર ઘાટલોડિયા વિધાનસભા, વેજલપુર વિધાનસભા, સાબરમતી વિધાનસભાની અંદર અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત 68 જેટલી સ્કૂલો આવેલી છે. આ સ્કૂલો જે છે. ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમમાં ચલાવવામાં આવે છે. આ જે 68 શાળાઓ આવેલી છે. એમાંથી 48 કરોડનાં ખર્ચે 29 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. આવનારા સમયગાળા દરમ્યાન ગાંધીનગર સંસદીય મત વિસ્તારની બીજી 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવવાનું અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્ણય કર્યો છે. તેમજ તેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. 25 સ્કૂલોમાં ભણતા બાળકોને લાભ મળશે. આમ કુલ 33 હજાર જે બાળકો છે. એને અનુપમ પ્રાથમિક શાળા સ્માર્ટ શાળાનો લાભ મળશે. આમ ગાંધીનગરની જે તમામ શાળાઓ છે. એ ટોટલી અનુપમ શાળા એટલે કે સ્માર્ટ શાળા બને તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

Social