ચાંગોદરમાં વેરહાઉસની ઓફિસના લોકરમાંથી રૂ.15.57 લાખની ચોરી કરનાર UPથી પકડાયો

     તાજેતરમાં ચાંગોદરમાં શિવમ એસ્ટેટના એક વેરહાઉસમાં અજાણ્યા ઈસમે મોંઢુ અને માંથુ કપડાથી ઢાંકી વેરહાઉસના શેડના પતરાના નટ બોલ્ટ ખોલી વેરહાઉસમાં પ્રવેશી કેશ ઓફિસના લોકરમાંથી કેશ કલેકશનના રૂ.15,57,730ની ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. અને ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 
     બનાવને લઈને LCB PI આર.એન.કરમટિયા અને ચાંગોદર પોલીસ PI  આર.જી.ગોજિયાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. સાથે કેસમાં આરોપીને પકડવા માટે હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદ લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસમાં ચોરી કરનાર 

વેરહાઉસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને ચોરી કરી ગાર્ડ ઉત્તરપ્રદેશના સજનીપુરમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમે UPના સજનીપુરમાંથી ભારે જહેમતથી હરેન્દ્ર ઉર્ફે અન્નુ ચતુરસિંગ જાટવને દબોચી લઈ ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.સમગ્ર કેસમાં ચાંગોદર PI આર.જી.ગોજિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

Social