અમદાવાદમાં સરખેજ નજીકથી રૂ.6.54 લાખનો એમડી ડ્રગ્સ સાથે યુવક ઝબ્બે
ગુજરાત ATSની ટીમે સરખેજ અંબર ટાવર પાસે આવેલા સાગર એવન્યુના એક મકાનમાં રેડ કરી અબ્દુલવાહી ફકીરમહંમદ શેખ નામના ઈસમને રૂ. 6.45 લાખની કિંમતનો 12.91 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં મુંબઈ ખાતે રહેતા યુવક પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વધુ તપાસ હાથ ધરાઇ છે.
