સાણંદના રેથલ ગામે મકાનમાંથી નશાકારક કફ સીરપની 130 બોટલો સાથે એક યુવકને SOGએ ઝડપી લીધો
અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે સાણંદના રેથલ ગામેથી 1 યુવકના મકાનમાંથી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 130 બોટલો જપ્ત કરી યુવકની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર SOG ટીમને બાતમી મળેલ કે, સાણંદ તાલુકાના રેથલ ગામે રામજીભાઈ બળદેવભાઈ કોળી પટેલ તેના મકાનમાં ગે.કા રીતે નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો ચોરી છુપીથી રાખી રાત્રે વેચાણ કરે છે. જેથી SOG ટીમે રામજીભાઈ બળદેવભાઇ કોળી પટેલના રહેણાંક મકાનમાં રેડ કરતાં નશાકારક કોડેઇન કફ સીરપ મળી આવેલ જેથી પોલીસે તપાસ કરતાં NDPS.એકટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સામે આવતા નશાકારક કફ સીરપની કુલ 130 નંગ બોટલ સહિત કુલ રૂ.24,200નો મુદ્દામાલ કબજે રામજીભાઈ બળદેવભાઈ કોળી પટેલની અટકાયત કરી સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
