ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે ટ્રેક્ટરની ટક્કરથી દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત
ગાંધીનગર જિલ્લામાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના ગાંધીનગરના ઇન્દ્રોડા ગામની છે જેમાં ટ્રેક્ટર ચાલુ રાખી જતા ટ્રેક્ટર ઢળી પડતા સૂતેલી બાળકી પર ટ્રેકટર ચડી જતા બાળકીનો માથાનો ભાગ ટ્રેક્ટર નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોચતા બાળકીનું મોત નિપજ્યું હતું ત્યારે આ બનાવમાં બબલીબેન અસારીએ ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ ખાતે રહેતા બબલીબેન અસારી છાપરાની અંદર ઘરકામ કરી રહયા હતા. અને તેમની બાળકીને છાપરાની બાજુમાં બાવળના ઝાડ તથા લાકડાની વચ્ચે થાંભલીમાં દુપટ્ટો બાંધી ઘોડિયામાં સુવડાવી હતી. ત્યારે તેના પતિએ બાળકી સુતી હતી તેનાથી 10 ફૂટ દૂર ટ્રેક્ટર ઉભું રાખ્યું હતું અને કામ અર્થે થોડા સમય માટે થોડા દૂર ગયા હતા ત્યારે ટ્રેક્ટર ચાલુ રાખી જતા ટ્રેક્ટર રગડી પડતાં બાળકી પર આવ્યું હતું. જેમાં દોઢ વર્ષની બાળકીનું માથું ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારે બબલીબેન અસારીએ ઇન્ફોસિટી પોલીસ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
