સાણંદના મનીપુર પાસે સંસ્કાર ધામમાં CM ભુપેન્દ્ર પટેલના હસ્તે “ખેલે સાણંદ” સ્પોર્ટસ લીગની શરૂઆત કરાઇ

            સાણંદ તાલુકાનાં મનીપુર નજીક સંસ્કારધામ કેમ્પસ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિધિવત શરૂઆત કરાવી હતી.            
  કાર્યક્ર્મમાં મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2036માં ઓલમ્પિક ગેમ્સના ભારતમાં આયોજન કરવા માટેના સંકલ્પનો ઉલ્લેખ કરતાં સૌ બાળકોને રમતગમત પ્રત્યે રુચિ કેળવવા તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
   આ પ્રસંગે સાણંદ સંસ્કારધામના ચેરમેન ડૉ. આર.કે.શાહ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિજયી ભારત ફાઉન્ડેશનના ચેરમેન જલજ દાણી, વિજયી ભારત ફાઉન્ડેશનના ડાયરેક્ટર દુર્ગેશ અગરવાલ અને દિલીપભાઈ ઠાકર સહિત અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગમાં  તાલુકામાંથી 61 ટીમો કબડ્ડી અન્ડર-14 ભાઈઓ અને 59 ટીમો ખોખો અન્ડર-14 બહેનોમા ભાગ લીધો હતો અને અને 1527 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
Social