જમાલપુર માં ડ્રાઈવરને ગળા પર છરી મૂકીને લૂંટી લેનાર 3 પકડાયા
અમદાવાદમાં જમાલપુર શાકમાર્કેટ પાસે ત્રણ બુકાનીધારી શખસે પીકઅપવાનના માલિક અને તેના ડ્રાઈવરને છરી બતાવીને 43 હજાર જેટલી મત્તાની લૂંટ ચલાવી હતી. મધ્યપ્રદેશથી ડ્રાઈવર શાકભાજી ભરીને જમાલપુર માર્કેટમાં વેચવા માટે આવ્યો હતો. આ અંગે ગાયકવાડ હવેલીમાં ત્રણ શખસ સામે લૂંટની ફરિયાદ નોંધાઈ હતી, ક્રાઈમ બ્રાંચે ત્રણેય ઈસમને કુલ 75 હજારની મત્તા સાથે પકડી પાડયાં છે.
