સાણંદના મનીપુરથી વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ 8 શખ્સો ૩ દિવસના રિમાન્ડ હેઠળ
અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે ત્રણ દિવસ અગાઉ સાણંદના મનીપુર ગામે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી આધારે પ્રાર્થના ઉપવન જલધારા હોલી-ડે મકાન નં-15માં રેડ કરી રૂ.9.51 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો જપ્ત કરી અમદાવાદ શહેરમાં હોમ ડીલેવરીનું રેકેટ પકડ્યું છે,
રેડ દરમ્યાન પકાયેલ ઇસમોએ મકાન ભાડે રાખ્યું હતું પકડાય ઇસમોમાં શંભુસિંહ ખુમાનસિંહ સિસોદીયા (મનીપુર મુળ, ઉદેપુર), કરણસિંહ ભેરૂસિંહ રાઠોડ (મનીપુર મુળ રાજસ્થાન), સુનિલ હીરાલાલજી સાલવી (રહે.સલુમ્બર રાજસ્થાન), નરેશ કિશનલાલ શાહુ (રહે.ઉદેપુર), પ્રતાપસિંહ માધુસિંહ રાઠોડ (રહે.મનીપુર મુળ, સલુંમ્બર), દેવીસિંહ કિશોરસિંહ રાઠોડ (મનીપુર), સુમેરસિંહ માનસિંહ સિસોદીયા (રહે.રાજસ્થાન), સોનુ ઉર્ફે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (રહે.ઉદેપુર)નો સમાવેશ થયા છે, 8 ઇસમો અમદાવાદ શહેરમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરતાં સાથે હોમ ડીલીવરી કરતાં હોવાનું ખૂલ્યું છે.
ત્યારે સમગ્ર મામલે એલસીબી પી.આઈ. આર.એન.કરમટિયાએ જણાવ્યુ કે પકડાયેલ ઇસમોના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સાથે દારૂ,વાહનો સહિત કુલ રૂ.14,54,065નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે પકડાયેલ ઇસમો કેટલા સમયથી ભાડે મકાન રાખી અને વિદેશી દારૂ વેચાણ કયારથી શરૂ કર્યું, શહેરમાં ક્યાં કયા ધંધો કરતાં હતા તે અંગે તપાસ હાથ ધરી છે, સાથે સાથે અગાઉ તેઓના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલ છે, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે
