3 PIએ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવ્યા : છૂટાહાથની મારામારી પર ઉતરી આવ્યા

ખાખીને બદનામ કરતો આવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો ખેડા પોલીસનો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ કોઇ બાબતે એકબીજાને માર મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વીડિયો વાયરલ થતાં ત્રણેય પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે.

      ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીના આ વીડિયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, સાથે ત્રણેય પીઆઈની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં નિમણૂક કરી દેવાઈ છે. સોશિયલ મીડિયામાં 16 સેકન્ડનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક રૂમમાં ત્રણ પોલીસ-ઈન્સ્પેક્ટર સહિત બેથી ત્રણ ખાનગી લોકો જોવા મળી રહ્યા છે. આમાં બેથી ત્રણ લોકો વચ્ચે મારામારી થઈ રહી છે. જ્યારે અન્ય લોકો મારામારી કરી રહેલા લોકોને છૂટા પાડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.વાયરલ વીડિયો થતાં પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. વાયરલ વીડિયોની ડીવાયએસી જાતે તપાસ કરશે.

     ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા અને એકબીજાને છોડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે વિડિયોના દ્રશ્યો જોતા એ લોકો પૈકી ત્રણ પોલીસ ઇન્સ્પેકટર હોવાનું માલુમ પડે છે જે શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે તેવું વર્તન જણાતા (૧)પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ ટાઉન (૨) પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ પશ્ચિમ (૩) પોલીસ ઇન્સ્પેકટર, વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ઉપરોક્ત ત્રણેય પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કન્ટ્રોલ રૂમ ખાતે નિમણુંક કરવામાં આવ્યા છે અને વાયરલ વિડીયો આધારે ઉપરોક્ત તમામ જવાબદારો વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય તે હેતુથી વાયરલ વીડિયો બાબતે નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદ વિભાગને પ્રાથમિક ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે અને ઇન્કવાયરી આધારે કસૂરવાર વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે.
Social