સાણંદ GIDC પાસે બાઈક સ્લીપ મારતા સાણંદમાં રહેતા યુવાનનું મોત
સાણંદ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરત રાત્રે ઘરે બાઇક લઈને જતાં 30 વર્ષીય મુકેશનાથ રાધામોહનનાથ ત્રિપાઠીનું બાઇક એકાએક સ્લીપ ખાઈ રોડ વચ્ચેના ડિવાઇડર સાથે અથડાતાં મુકેશનાથને ગંભીર ઇજાઓ થતાં મોત થયું છે. મૃતક મુકેશનાથ સાણંદ શહેરની મંગલમુર્તિ સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં હતા અને 6 મહિનાથી ખાનગી કંપની એચ.આર અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અકસ્માત બાદ તેઓને અન્ય લોકોએ સારવાર માટે સાણંદની પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેઓનું મોત થયું હતી. અને મૃતકના પરિવારના લોકોને જાણ કરાઇ હતી.
