નાગરિકોએ પોતાના હક્ક માંગવા માટે એક થવું જરૂરી : માંગ્યા વિના માં પણ પીરસતી નથી
સાણંદ હોય કે કોઈ પણ જગ્યા લોકોએ પોતાની સમસ્યાઓ ના ઉકેલ કે પોતાના હક્કો માટે એક થવું જરૂરી છે કારણ એકલ દોકલનું કોઈ સાંભળતું નથી . સમસ્યા જો સાર્વજનિક હોય તો અવાજ પણ સાર્વજનિક રીતે ઉઠવો જોઈએ.આપણે સાણંદની સમસ્યાઓની વાત કરીએ તો મુખ્ય સમસ્યા સાણંદમાં ગટર યોજનાની છે , બીજા સળગતા પ્રશ્નો એક તો સાણંદનો કોલટ રોડ અને સાણંદ ગામના ખોદી કાઢેલ રસ્તા આ સમસ્યાઓ એવી છે કે સાણંદના દરેક નાગરિકો ,દરેક સોસાયટીઓને અસર કરતા પ્રશ્નો છે ત્યારે બધાએ પોતાના અલગ અલગ મંતવ્યો રજુ કરવાની બદલે એક મંચ ઉપર આવવું જરૂરી છે. દરેક સોસાયટીએ કે મહોલ્લાએ પોતાના એક પ્રતિનિધિ નક્કી કરવા જોઈએ અને આ પ્રતિનિધિઓ ની એક શહેર કક્ષાની કમિટી બને કે જે દરેક અન્યાયનો કે બેદરકારીનો જવાબ સત્તાધીશો પાસે માંગી શકે.જો આવું થશે તો જ નાગરિકોનું ઉપજશે બાકી રણીધણી વગરનું સાણંદ શહેર કે ગમે તેવો બળાપો કાઢીશું તો પણ સિસ્ટમને કોઈ અસર થશે નહિ અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે તેમજ ચાલ્યા કરશે . જો જવાબ માંગનારું કોઈ હશે તો જ સત્તાધીશો મર્યાદામાં ચાલશે અને આ જવાબ લોકો તો જ માંગી શકે જો લોકોમાં એકતા હોય લોકોના સોસાયટી મહોલ્લા મુજબ પ્રતિનિધિ હોય જે માત્ર અને માત્ર પોતાના વિસ્તારનું અને લોકોનું હિત ઇચ્છતા હોય અને તેના માટેજ કામ કરતા હોય. તમે આસપાસ નજર કરશો તો સોસાયટીમાં એવા સીની. સીટીઝન કે અન્ય વ્યક્તિઓ હશે જ જે આવી બાબતો માટે સમય કાઢી શકે બસ લોકોએ એક થઈને આવા લોકોને હિમ્મત અને સપોર્ટ આપવાની જરૂર છે. જો લોકોમાં આવી એકતા હશે તો અને તો જ તંત્ર ખોટું કરતા કે બેજવાબદાર બનતા અટકશે.
