કડીમાં ખેતીવાડીની વીજલાઈન પરથી રૂ.74 હજારના વીજ વાયર કાપી અજાણ્યા ઈસમો ફરાર
કડીના મહારાજપુરા સીમા પસાર થતી ખેતીવાડી ફિડરની ચાલુ વીજ લાઈનના વિજતાર અજાણ્યા ઇસમો કટરથી કાપી જતા UGVCLના અધિકારીઓએ બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
મળતી વિગતો અનુસાર મહારાજપુરા સીમમાં ચુનીપુરા પાકા રોડની બાજુમાં ખેતીવાડી બોરની ધરમપુર ખેતીવાડી ફિડરની 11 KVની. ચાલુ લાઈન જે પટેલ હસમુખભાઈના ખેતીવાડી બોર ટ્રાન્સફોર્મર સુધી વિસ્તરેલી છે. તેના 23 ગાળાના એલ્યુમિનિયમ વીજતાર કોઈ કાપી ગયા હોવાની જાણ UGVCLના અધિકારીઓને થતાં બનાવ સ્થળે જઈ તપાસ કરી હતી રૂ. 74,550ના વીજ તારની ચોરી થયાં હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
