અમદાવાદમાં મહાદેવ બુક અને અન્ય ગેંમિંગ સાઇટ પર જુગાર રમાડતા બે યુવકને સાયબર ક્રાઇમે ઝડપી લીધા

       સૂત્રોના કહવા મુજબ અમદાવાદ સાયબર ક્રાઇમે બાતમીના આધારે ઓનલાઇન ગેમિંગ પર જુગાર રમાડતા બે યુવકો સોલા રોડ પરની સુપ્રિમો હોટલ પાસે ઉભા છે. જેથી તાત્કાલિક રેડ કરી ખત્રી અને રાજ પઢિયારને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછ કરતાં બહાર આવ્યું કે  બંને જણા રવિ ઉર્ફે મહાદેવ બુક અને અન્ય બુકીઓ માટે ગેંમિગ પર જુગાર રમાડતા હતા. અને તે ગ્રાહકો પાસેથી નાણાં લઇને જમા કરાવીને સીધા બુકીના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. તેના બદલામાં બંનેને કમિશન મળતું હતું. અને ઓનલાઇન કેસીનો પર પણ જુગાર રમાડતા હતા. જેથી પોલીસે બંનેના મોબાઇલ ફોન કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Social