ગાંધીનગરના રાંધેજા ખાતે નજીવી બાબતે મારામારી : સામસામે ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરના રાંધેજા ખાતે પણ જીવલેણ હુમલાની ઘટના બનવા પામી છે. ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ રોડ પર ઉતરી મારામારી કરતા સામ સામે કુલ છ લોકો સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઈ છે. જેમાં ઇજાગ્રસ્તને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
ગાંધીનગરના રાંધેજા ખાતે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં બે પક્ષો આમને સામને આવી ગયા હતા. વાન સાથે કાર ટકરાયા બાદ બંને પક્ષો મારામારી પર ઉતરી આવતા એક બીજાને ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં ગાડીમાં સવાર યુવક મન પટેલે સમગ્ર બનાવ બનતા જીતેન્દ્રભાઈ વ્યાસ, આશાબેન વ્યાસ તેમજ સાહિલ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જ્યારે જાનથી મારી નાખવાની ધમકી આપતા જીતેન્દ્રભાઈ વ્યાસે મન પટેલ, ઈશ્વરભાઈ પટેલ તેમજ ઈશ્વરભાઈના પત્ની એમ ત્રણ વિરૂધ્ધ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી આમ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લીધી હતી.અને કુલ 6 લોકો સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
