ગુજરાતમાં કમોસમી વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ તારીખે માવઠું પડવાની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેેલે રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે,રાજ્યોના કેટલાક જિલ્લામાં માવઠું પડવાની સંભાવના વ્યકત કરી છે. ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. 25થી 27 ફેબ્રુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
નોંધનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26મી ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ ઘટશે. રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે કરી છે. 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, જોકે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે. 1થી 5 માર્ચ દરમિયાન પણ કમોસમી વરસાદની સંભાવના છે, તો 15 માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.અંબાલાલ પટેલે દેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના ઉત્તર તથા ઉત્તર-પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે માર્ચની શરુઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
