સાણંદના ચાંગોદર બ્રિજ પાસેથી SOGએ દેશી તમંચા સાથે યુવકને દબોચી લીધો

ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે મૂળ સુરેન્દ્રનગરના દસાડાના અને હાલ સરખેજમાં રહેતા 21 વર્ષીય યુવકને સાણંદના ચાંગોદરમાં બ્રિજ પાસેથી દેશી તમંચા સાથે પોલીસે પકડી લઈ ચાંગોદર પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયેદર રીતે હથિયારનો ઉપયોગ કરતાં ઇસમોને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. શાખાના પી.આઈ કે.જી.ચૌધરી અને ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. મનુભાઇ વજુભાઇ તથા પો.કો. હાર્દિકકુમાર રણમલભાઇને સંયુકત બાતમી મળેલ કે બાવળાથી અમદાવાદ જવાના રોડ ઉપર ચાંગોદાર પાસે ભાગ્યોદય હોટલ નજીકના રોડ ઉપર એક ઇસમ નામે મોહંમદઅકીલ ઇકબાલભાઈ કુરેશી ખાખી કલરનુ જેકેટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરીને ઉભેલ છે અને તેની પાસે પાસે ગેરકાયદેસર હથિયાર તમંચો છે અને તે તેની પાસે રાખે છે જેથી એસઓજી ટીમે તાત્કાલિક ચાંગોદર બ્રિજના અમદાવાદ તરફના છેડાના રોડ ઉપરથી સરખેજમાં રહેતા અને મૂળ રહે.દસાડા સુરેન્દ્રનગરના 21 વર્ષીય મોહંમદઅકીલ ઇકબાલભાઇ કુરેશીને પકડી તપાસ કરતાં તેના પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. એસઓજી ટીમે ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટનો તમંચો (કિં.રૂ.5 હજાર) કબજે કરી મોહંમદઅકીલની અટકાયત કરી તેના વિરુદ્ધમાં ચાંગોદર પોલીસમાં આર્મ એક્ટ કલમ અંતર્ગત ગુનો નોંધયો છે.

Social